સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા
દક્ષિણ ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યાં.

ગુરુવારે સવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે.

  • Share this:
સુરત: શિયાળો (Winter 2020) શરુ થઈ ગયો હોવા છતાં જોઈએ એવી ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો. બીજી તરફ રાજ્યના હવામાન વિભાગ (Weather department) તરફથી આગમી બે દિવસમાં વાતાવરણમાં ફેરફાર થવાની સાથે સાથે વરસાદ પડવાની આગાહી (Unseasonal rain forecast) આપવામાં આવી હતી. આગાહી મહદઅંશે સાચી પડી હોય તેમ સુરત સહિત દક્ષિણ (South Gujarat) ગુજરાતમાં ગઈકાલે રાત્રથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. આ ઉપરાંત આજે સવારે વાદળછાયું વાતાવરણ સજાર્યુ હતું. વાતાવરણમાં ફેરફાર થવાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે.

આ સાથે હવામાન વિભાગ તરપથી આગાહી કરવામા આવી છે કે આગામી બે દિવસ દરમિયાન સુરત સહિત ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બુધવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી પણ કરાઈ હતી.આ પણ વાંચો: રાજકોટ: સરધાર રેન્જમાં ત્રણ સિંહના છેલ્લા 10 દિવસથી ધામા, લોકોને ભયભીત ન થવા અપીલ

હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 10 અને 11 ડિસેમ્બરના રોજ સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઉત્તર તરફના પવનો ફૂંકાવાની શરૂઆત થાય છે. તેની સાથે જ ઠંડીની પણ શરૂઆત થઈ જતી હોય છે.

આ પણ વાંચો: રાજકોટ : CNG કીટમાંથી ગેસની જગ્યાએથી નીકળ્યો દારૂ! જાણો શું છે સમગ્ર ઘટના

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું આગાહી કરી છે?

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 10થી 12મી તારીખ દરમિયાન વાદળો જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કિનારાના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. વરસાદને પગલે જીરુ, કપાસ અને અન્ય પાકો પર વિપરીત અસર પડશે. પાકમાં જીવાત કે ઇયળો આવવાની સંભાવના રહેલી છે."

આ પણ વાંચો: સુરત: એક દિવસ પહેલા ગુમ થયેલી યુવતી બેભાન હાલતમાં મળી આવી

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે માવઠાથી જીરુના પાકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઠંડી ગાયબ થવાથી ઘઉંના પાકને અસર પહોંચી શકે છે. જોકે, દિલ્હી અને ઉત્તર ભારતમાં માવઠા બાદ 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ઠંડી પાછી આવવાની સંભાવના છે.

આ પણ જુઓ-

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની અમદાવાદ ઓફિસ તરફથી જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 10થી 12મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 10, 2020, 16:34 pm