Home /News /south-gujarat /

સુરત: એક શિક્ષકની વિદ્યાર્થીની સાથેની કાળી કરતૂત, સીસીટીવીમાં ચોંકાવનારી ઘટના કેદ

સુરત: એક શિક્ષકની વિદ્યાર્થીની સાથેની કાળી કરતૂત, સીસીટીવીમાં ચોંકાવનારી ઘટના કેદ

સુરત સનલાઈટ વિદ્યાલયમાં લંપટ શિક્ષકની કરતૂત સામે આવી

શાળાના ટ્રસ્ટી જયસુખ કથિરિયા જણાવ્યું હતું શાળાની બદનામીના ડરે મોટા ભાગના સંચાલકો આવી ઘટનાઓ દબાવી દેતા હોય છે, પરંતુ અમે એવું ઇચ્છતા જ નથી કે, આવી ઘટના અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે પણ થાય

સુરત : સચિન વિસ્તારની સનલાઇટ સ્કૂલ (Sunના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા. એક શિક્ષક દ્વારા કલાસ રૂમમાં એક કિશોરી સાથે અડપલાંના સીસીટીવી સામે આવ્યા છે. વીડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થિનીની સાથે અડપલાં કરી રહ્યો હતો.

સ્કૂલે નિર્ણય કર્યો કે, ભલે સ્કૂલનું નામ જાહેર થાય પણ આવા શિક્ષક સામે જો પગલા ન લેવાય તો તે ફરીથી આવા કૃત્ય કરતો રહેશે એટલે ડીઇઓને ફરિયાદ કરાઈ છે. રિસેશ ટાઇમમાં ધોરણ-8ના ક્લાસ રૂમમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા, જેમાં દેખાય છે કે, એક વિદ્યાર્થિની એકલી બેઠી છે. તેની બાજુમાં જઈને નિલેશ ભાલાણી બેસી જાય છે અને તેની સાથે શારીરિક મસ્તી કરવા લાગે છે, તેની સાથે બેડ ટચ કરે છે.

આચાર્યનું કોરોનામાં મોત બાદ ઈન્ચાર્જ આચાર્ય પાસે લેપટોપ આવતા સમગ્ર હકીકત સામે આવી હતી. સનલાઇટ સ્કૂલમાં ધો. 8થી 10 સુધીના વિદ્યાર્થીઓના ગણિત-વિજ્ઞાનના ક્લાસ લેતા શિક્ષક નિલેશ ભાલાણીએ વર્ષ 2019માં ક્લાસ રૂમમાં ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ ઘટના ક્લાસ રૂમના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કોઈક રીતે આ મુદ્દો સ્કૂલના તત્કાલિન પ્રિન્સિપાલ મનિષ પરમારના ધ્યાને આવ્યો હતો. તેમણે નિલેશ ભાલાણી ઉપર વોચ રાખવાનું શરૂ કર્યું અને તેમના અલગ-અલગ વીડિયો લેપટોપમાં ભેગા કર્યા હતા.

આ દરમિયાન મનિષભાઈને કોરોના થયા બાદ ટૂંકી સારવારને અંતે તેમનું અવસાન થયું હતું. થોડા દિવસો પહેલા જ મનિષભાઈના પરિવારે આ લેપટોપ જ્યારે સ્કૂલને પરત કર્યું ત્યારે તેમાંથી નિલેશની લંપટ લીલા સામે આવી હતી. ઇન્ચાર્જ આચાર્યએ ટ્રસ્ટી જયસુખભાઈને વીડિયો બતાવ્યા હતા. શાળાએ વિદ્યાર્થિનીના વાલીનો સંપર્ક કર્યો પણ તેમણે બદનામીના ડરે ફરિયાદ આપી ન હતી. આ શિક્ષકને શાળામાંથી તો કાઢી મૂકવામાં આવ્યો પણ અન્ય કોઈ સ્થળે પણ આ શિક્ષક આવી કોઈ પ્રવૃત્તિ ન કરે તે માટે સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને નિલેશ સામે પુરાવા સાથે ફરિયાદ આપી છે.

શાળા સંચાલકના કહેવા મુજબ, લેપટોપમાંથી શિક્ષક નિલેશ ભાલાણીના એક નહીં પણ 5 અલગ-અલગ વીડિયો મળી આવ્યા છે. આચાર્યએ પુરાવા એકત્ર કરી રાખ્યા હતા પરંતુ, તેઓ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ મોતને ભેટ્યા હતા. તેઓના મૃત્યુ બાદ પણ વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવા નિમિત્ત બન્યા છે. ત્યારે ઇન્ચાર્જ આચાર્ય નિર્ણય કર્યો કે આવા શિક્ષક સામે કાર્યવાહી ન થાય તો તે આવું કૃત્ય કરતો જ રહેશે.

આ પણ વાંચોરખડતા ઢોર મામલો, 'દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકા પાસે પોતાનો કાયદો છે: CR પાટીલ

શાળાના ટ્રસ્ટી જયસુખ કથિરિયા જણાવ્યું હતું શાળાની બદનામીના ડરે મોટા ભાગના સંચાલકો આવી ઘટનાઓ દબાવી દેતા હોય છે, પરંતુ અમે એવું ઇચ્છતા જ નથી કે, આવી ઘટના અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે પણ થાય. એટલા માટે જ અમે અમારી શાળાના નામ સાથે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. અડપલાં કરનાર શિક્ષક નિલેશ ભલાનીએ પોતાનો લુલો બચાવ કરતા કહ્યું હતું કે, મારા પરના આક્ષેપ ખોટા છે, વિદ્યાર્થિની મારી પરિચિત હતી.
Published by:kiran mehta
First published:

Tags: Surat Latest News, Surat news

આગામી સમાચાર