Home /News /south-gujarat /સુરત : લાંચીયો પોલીસકર્મી ACBના સકંજામાં, 4000ની લાંચની લાલચ ભારે પડી ગઈ, ત્રણની ધરપકડ

સુરત : લાંચીયો પોલીસકર્મી ACBના સકંજામાં, 4000ની લાંચની લાલચ ભારે પડી ગઈ, ત્રણની ધરપકડ

એએસઆઈ (ડાભે - પ્રથમ) સહિત ત્રણની ધરપકડ

એક પોલીસ કર્મી અને તેના બે મળતીયાને એસીબીએ હાથે રંગાહાથ ઝડપી પાડ્યા છે. માત્ર 4000 રૂપિયાની લાંચ લેવાની લાલચમાં નોકરી સાથે ઈજ્જત ગુમાવવાનો વારો આવ્યો

સુરત : એસીબી દ્વારા લાંચિયા સરકારી બાબુઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે, ત્યારે સુરતમાં લાંચિયા અધિકારીઓ એક બાદ એક એસીબીના હાથે ઝડપાઈ રહ્યા છે. આજે એક પોલીસ કર્મી અને તેના બે મળતીયાને એસીબીએ હાથે રંગાહાથ ઝડપી પાડ્યા છે. માત્ર 4000 રૂપિયાની લાંચ લેવાની લાલચમાં નોકરી સાથે ઈજ્જત ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના એએસઆઈને 4000 રૂપિયાની લાંચ લેવી ભારે પડી ગઈ છે. એક કરિયાણાના વેપારીનું વાહન જપ્ત નહીં કરવા માટે 12 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં 8 હજાર પડાવી લીધા હતા પરંતુ બાકી 4000 રૂપિયા લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. આ સિવાય પોલીસકર્મીના બે સાગરીતો પણ એસીબીના સકંજામાં આવી ગયા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, એક કરિયાણાના વેપારી પોતાની વાનમાં કરીયાણાને લગતો સર સામાન ભરી સુરત ગ્રામ્ય વિસ્તારમા છૂટક દુકાનાવાળા સાથે વેપાર કરે છે. ગઈ તા ૧૪/૧૨/૨૦૨૦ના રોજ સુરત શહેરના વરીયાવ નહેર રેલ્વે ફાટકની બાજુમાં શેરડી ગામના જાહેર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન ચેકિગના બહાને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેશ પટેલ દ્વારા વેપારીનું વાહન ઉભું રખાવી ગાડી જમા નહિ કરવાના માટે રૂપિયા 12000ની માંગણી કરી હતી, જોકે આ સમયે વેપારી પાસે 8 હજાર હતા, તે તેણે આપ્યા અને 4000 રૂપિયા બીજા દિવસે આપવાની વાત કરી પોલીસ પકડમાંથી નીકળ્યા હતા.

કરિયાણાના વેપારીએ ત્યારબાદ લાંચ ન આપવાનું મન બનાવી એસીબીનો સંપર્ક સાધ્યો હતો, જેને પગલે સુરત એ.સી.બી. મદદનીશ નિયામક એન.પી.ગોહિલાન સુપરવિઝન હેઠળ સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. PI આર.કે.સોલંકી અને એસીબીના સ્ટાફે છટકુ ગોઠવી પોલીસકર્મીને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવી દીધુ. ત્યારે પોલીસકર્મીએ દુર ઉભા રહી પોતાના સાગરીતના હાથે લાંચની 4000 રકમ સ્વીકારતા જ એસીબીએ રંગેહાથ બે સાગરીતને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપી

એસીબીએ અંતર્ગત મુખ્ય આરોપી જહાગીરપુરા પોલીસ સ્ટેશન ASI જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ (ઉ.વ.૪૮) રહે - શેરડી ગામ, ખુશાલ નગર સોસાયટી, તા.ઓલપાડ, જી.સુરત., તો તેમનો એક સાગરીત ઈકરામ ઇબ્રાહિમ પટેલ (ઉ.વ.૨૬) રહે - અમરોલી તથા બીજો સાગરીત ઈકબાલ મોહમદ પટેલ (ઉ.વ.૪૪) રહે -અમરોલી. આ ત્રણે આરોપીને એસીબીએ ડિટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ- ૧૯૮૮ના સુધારા અધિનીયમ-૨ અંતર્ગત સરકારી અધિકારી- કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાના સગા-સંબંધી કે સ્નેહી જનોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરતા હોય છે, આ બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી મોબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેક્શન એક્ટ-૧૯૮૮ અંતર્ગત વધુમાં વધુ કેસો શોધી કાઢવા એસીબી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:

Tags: Police bribe

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन