સુરત : બેન્કની બહાર ઉભા રહી પૈસા લઇને નીકળતા લોકોની રેકી કરતા અને ફોર વ્હીલ કારના કાચ તોડી-પંચર પાડી મોટર સાઇકલની ડીકી તોડી તેમાંથી રૂપિયાની ચોરી કરતી કર્ણાટકની શિવમોગા ગેંગના ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.
બેંકમાં રૂપિયા ઉપાડીને નીકળતા લોકોના ગાડીના કાચ તોડી અથવા બાઈકની ડિકીમાં રૂપિયા મૂકીને નીકળેલ લોકોની ગાડીની ડીકી તોડી કરીને ચોરીની ઘટનાને અંજામ આપનારી એક ગેંગ લાંબા સમયથી સુરતમાં સક્રિય હોવાની વિગત પોલીસ પાસે આવી હતી. આ ગેંગ બેંક માંથી રૂપિયા લેવા જતા લોકોની રેકી કરતા હતા અને જયારે બેંકમાંથી નીકળે ત્યારે તેમનો પીછો કરી તેમની ગાડીમાં સોયો વડે પંચર અથવા રૂપિયા મૂકીને ગાડી બહાર નીકળે એટલે ગાડીના કાચ અથવા મોપેડની ડીકી સાધન વડે તોડીને તેમાં રાખેલા રૂપિયા ચોરી કરી ફરાર થઇ જતા હતા.
આ ગેંગને પોલીસે બાતમીના આધારે ગતરોજ રેડ કરીને કર્ણાટકની શિવમોગા ગેગના 4 સાગરિકોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલ આરોપી પાસેથી હાથ બનાવટની ગીલ્લોલ નંગ-૧, સોયો નંગ-૧ વીઝીયર ક્લીપ ટુલપોલ્સે કબજે કાર્યા હતા.
કેવી રીતે ચોરી કરતા હતા?
કાયદાના શકંજામાં આવેલ કિશોરને વતનમાંથી બોલાવ્યો હતો. આ ગેંગ 20થી 25 દિવસ માટે એક રૂમ ભાડે રાખીને રહેતા હતા અને નક્કી કરેલ બેંક બહાર રેકી કરીને બેંકમાં આવતા લોકો રૂપિયા ઉપાડે ત્યારે તેમના પર નજર રાખીને જયારે તે બેંકમાંથી બહાર નીકળે ત્યારે તેમનો પીછો કરી આ રૂપિયાની ચોરી કરતા હતા. આરોપી આનંદ બેંક બહાર લોકો પર ધ્યાન રાખતો હતો અને સુરેશ અને તેનો ભાણેજ રૂપિયા ચોરી કરીને લાવે એટલે રૂપિયા લઇને વિષ્ણુ બાઈક પર ફરાર થઇ જતો હતો. આરોપી ગુનાને અંજામ આપતા પહેલા પોતાના ફોન ચાલુ કરતા હતા અને ગુનાને અંજામ આપીયા બાદ ફોન બંધ કરી નાખતા હતા.
ક્યાં કેટલા રૂપિયાની ચોરી કરી?
આરોપી સુરેશ અને તેના ભાણેજ બાળકિશોર દ્વારા સરુતમાં રૂ.૨,૫૦,૦૦૦/- તથા સરુત સિવાય રાજકોટમાં રૂ.૧,૪૩,૦૦૦/-, ભાવનગરમાં ૮૦,૦૦૦/-, મહુવામાં રૂ.૭૫,૫૦૦/- અને બોટાદમાં રૂ. ૯ લાખ અને અંકલેશ્વરમાં રૂ.૨૦,૦૦૦/- ની મળી કુલ, રૂ.૧૪, ૬૮, ૫૦૦/- ની ચોરી કરી ગુના આચરેલ હોવાની પોલીસ સામે કબૂલાત કરી હતી. જોકે ચોરીના રૂપિયા તેમણે મુંબઈ ખાતે મોજશોખ પાછળ અને ઓનલાઇન બેટીંગમાં વાપરી નાખ્યાની કબૂલાત કરી હતી.
આરોપી વિરુદ્ધ રાજકોટ, બોટાદ, ભાવનગર અને સુરતમાં 6 જેટલા ગુના નોંધાયેલા હોવાની વિગત બહાર આવી હતી. આરોપી સામે અગાઉ રાજકોટમાં 5 અને બનાસકાંઠામાં 1 ગુનામાં પોલીસે તેને ઝડપી પાડ્યો હોવાની વિગત મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.