Home /News /south-gujarat /

સુરતીઓ નહીં સુધરે! હવે 'ખીચડી' Party કરતા 13 લોકો ઝડપાયા, પોલીસે નામ પણ જાહેર કર્યા

સુરતીઓ નહીં સુધરે! હવે 'ખીચડી' Party કરતા 13 લોકો ઝડપાયા, પોલીસે નામ પણ જાહેર કર્યા

સુરતમાં હવે ખીચડી પાર્ટી કરતા 13 લોકો ઝડપાયા

લોકડાઉન લઇને ઘરમાં રહેલા લોકો બહાર નીકળે તો પોલીસ કાર્યવાહી કરે છે, ત્યારે હવે લોકો પોતાના ધાબા પર મિત્રો સાથે પાર્ટી કરતા હોય છે

સુરત : સુરતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, તંત્ર કોરોનાનું સંક્રમણ અટકે તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે ખાવાના શોખિન સુરતીઓ લોકડાઉનમાં પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પોલીસે આજે ફરી ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનનો ભંગ કરનાર 13 લોકોની અટકાયત કરી છે. આ લોકો ધાબામાં બેસી ખીચડીની મેજબાની માણી કહ્યા હતા.

કોરોના વાઇરસને લઈને હાલમાં લોકડાઉન ચાલે છે ત્યારે બીજા તબક્કાનું લોકડાઉન વધુ કડક કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે, ત્યારે લોકડાઉન લઇને ઘરમાં રહેલા લોકો બહાર નીકળે તો પોલીસ કાર્યવાહી કરે છે, જેને લઈને લોકો પોતાનો સમય પસાર કરવા માટે સોસાયટીમાં એકત્ર થતા હોય છે ત્યારે આવા લોકો સામે લોકડાઉન ભંગનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવતા હવે લોકો પોતાના ધાબા પર મિત્રો સાથે પાર્ટી કરતા હોય છે.

ત્યારે આવા લોકો પકડી પાડવા પોલીસ તરફથી અપીલ કરવામાં આવી હતી જેને લઈને મોટા વરાછાના શાંતિનિકેતન ફલોરા બિલ્ડીંગના ધાબા પર ખીચડીની મિજબાની માણતા 13 જણાને અમરોલી પોલીસે વોટ્સ અપ મેસેજના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરોલી પોલીસને વોટ્સ અપ મેસેજ મળ્યો હતો કે, મોટા વરાછા-અબ્રામા રોડ સ્થિત શાંતિનિકેતન ફલોરાની આઇ બિલ્ડીંગના ધાબા પર કેટલાક લોકો ભેગા થઇ ખીચડીની મિજબાની માણી રહ્યા છે, જેના આધારે પોલીસે દરોડા પાડી સ્થાનિક રહેવાસી રજનીકાંત મનુ દેસાઇ, ધર્મેશ કાંતી સોજીત્રા, મહેશ બાબુ સોજીત્રા, ચિરાગ જીતુ ધામેલીયા, કૃપેશ મનુભાઇ ભાલાળા, વિશાલ ધીરૂભાઇ સતાણી, દિલીપ ભોળાભાઇ કોલડીયા, દિવ્યેશ રમેશ સોજીત્રા, રાકેશ પ્રવિણ ગઢીયા, શૈલેષ ધનજી કમાણી, દર્શક અરવિંદ દુધાત, જયદીપ જયસુખ અમરેલીયા, સંજય કનુભાઇ અમરેલીયાને ઝડપી પાડ્યા હતા. આ તમામની ખીચડી પાર્ટીમાં પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો, જોકે પોલીસે 13 લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Corona in Gujarat, Coronavirus, Lockdown, Surat police, Surat Police arrested

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन