સુરત : માથા પર પથ્થર ઝીંકી કાળુ બિહારીને મોતને ઘાટ ઉતાર્યો, પિન્ટુ, નાનુ અને રફિકની ધરપકડ

સુરત : માથા પર પથ્થર ઝીંકી કાળુ બિહારીને મોતને ઘાટ ઉતાર્યો, પિન્ટુ, નાનુ અને રફિકની ધરપકડ
પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

આ આરોપીઓ ભંગારનાં ધંધા સાથે સંકળાયેલા હતા, અને આ ભિક્ષુક સાથે મળીને ભંગારનો ધંધો કરતા હતા. અને ધંધામાં પૈસાની દેતી દેતી મામલે થયેલા ઝઘડામાં હત્યા કરી

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઇને લગાવવામાં આવેલા લોકડાઉન વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ તરણકુંડ રોડ પર આવેલ કોમ્યુનિટી હોલ પાસે યુવાની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. અને આ લાશ એક ભિક્ષુકની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આરોપીઓ ભંગારનાં ધંધા સાથે સંકળાયેલા હતા, અને આ ભિક્ષુક સાથે મળીને ભંગારનો ધંધો કરતા હતા. અને ધંધામાં પૈસાની દેતી દેતી મામલે થયેલા ઝઘડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.કોરોના વાઇરસને લઇને એક બાજુ શહેર પોલીસ સતત કામગીરી જોતરાય છે તેવામાં શહેરમાં લોકડાઉન વચ્ચે છુટછટ મળતા શહેરમાં ફરી એક વાર ગુના ખોરી વધી રહી છે. ત્યારે આ બધા વચ્ચે શહેરના કતારગામ વિસ્તારમાં ગત 29 તારીખે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં આ વિસ્તારમાં આવેલા તરણકુંડ પાસે આવેલા કમ્યુનિટી હોલ પાસે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે ત્રણ ટીમ બનાવીને અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં મારનાર ઈસમનું નામ શિવા ઉર્ફે કાળું બિહારી હોવાનું સામેં આવ્યું હતું. આ આરોપીઓ મારનાર યુવક સાથે ભાગારના ધંધામાં સંકળાયેલા હતા. અને ધંધામાં પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થતા આ યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

આ આરોપીઓએ યુવકના માથાપર પથ્થરનાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ મામલે આરોપી પીન્ટુ ઉર્ફે વિજય હરીલાલ યાદવ, સંજય ઉર્ફે નાનું સુનીલ મિશા અને રફીક ઉર્ફે ભરે ફિરોઝ ખાનની ધરપક કરી છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે આ આરોપીઓના કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જે નેગેટીવ આવ્યા છે.
First published:June 03, 2020, 15:33 pm

ટૉપ ન્યૂઝ