સુરત: બે દિવસ પહેલા મહિધરપુરા હરીપુરામાં આવેલ હીરાની ઓફિસમાં ભર બપોરે રિવોલ્વર અને છરા સાથે ત્રાટકેલા બે બદમાશોએ હીરા વેપારી અને તેના એકાઉન્ટનને બંધક બનાવી ઢોર મારમારી હીરા લૂંટવાની કરેલી કોશીષના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢે ગુનામાં સંડોવાયેલા ત્રણ પૈકી એક આરોપીને ઝડપી પાડયો છે. જયારે બીજા આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
સુરતના હરીપુરા વિશાલા વાડી કોન્ટ્રાકટર ખાંચો ખાતે આતિષ પ્રકાશભાઈ સવાણીની રતી ઈમ્પેક્ષના નામે હીરાની ઓફિસ આવેલી છે. શનિવારે બપોરે આતિષભાઈ તેમની ઓફિસમાં બેઠા હતા. તે વખતે મોઢા ઉપર માસ્ક પહેરીને ત્રણ અજાણ્યા લૂંટારાઓ તેમની ઓફિસમાં રિવોલ્વર અને છાર સાથે અંદર ઘુસ્યા હતા. આતિષભાઈએ તમે કોણ છો હોવાનુ કહેતા રસીકભાઈ હોવાનું કહ્યું હતું. જોકે આતિષભાઈ કોઈ રસીકભાઈને ઓળખતા ન હોવાથી તેમના લમણે રિવોલ્વર મુકી હતી. જયારે બે જણાએ અક્ષયના લમણે રિવોલ્વર અને ગળા ઉપર છરો મુક્યો હતો.
લૂંટારૂઓએ આતિષભાઈને માલ કહા હે તેમ પુછતા આતિષભાઈએ જણાવેલ કે, કુછ નહી હે હોવાનુ કહ્યું હતું તે દરમ્યાન અક્ષય પાસે ઉભેલા અજાણ્યાએ કહ્યું, હાથ ઉપર કર કે નીચે લેટ જા. અક્ષય ટેબલ પાસે ઉંધો સુઈ જતા તેના હાથ પગ અને મોઢુ બાંધી દીધા હતા અને ડ્રોવરની ચાવી માંગી હતી. લૂંટારૂઓએ આતિષભાઈને પણ રિવોલ્વર બતાવી ખુરશી સાથે ધક્કો મારી ઢોર મારમાર્યો બાદ નાસી ગયા હતા. અક્ષયે લૂંટારૂ ગયા બાદ હાથ પગ ખોલી આતિષભાઈને જોવા જતા તેઓ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. જેથી તેમના સંબંધીઓને બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
સુરત: 'પિતા મોબાઈલ લઈ નોકરી જાય, કેવી રીતે ભણવું', ધોરણ-10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો
આ બનાવ અંગેની જાણ મહિધરપુરા પોલીસને કરતા ગુનો દાખલ કરી પીઆઈ આર.કે.ધુળિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી કેમેરા, પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી ગુનામાં સંડોવાયેલા પૈકી હીરા લેસર ઓપેરટરનું કામ કરતા વનાજી ઉર્ફે વનસિંહ ઉર્ફ વિક્રમ બલવંતાજી રાજપુત (ઉ,વ. 30 રહે, સતીમાતાની શેરી લાલ દરવાજા)ને ઝડપી પાડયો હતો. પોલીસની પુછપરછમાં વનાજી રાજપુતે તેના મિત્ર મેધરાજસિંહ ઉર્ફે મંગજી જુઠાજી રાજપુત (રહે, ડુવા ગામ થરાદ બનાસકાંઠા) સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્.યો હતો અને થોડા દિવસ પહેલા રેકી પણ કરી હતી.
વનાજી સહિતના આરોપીઓ લૂંટ કરવા માટે ગયા હતા પરંતુ કંઈ હાથમાં ન આવતા અન્ય આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે વનાજી રાજપુતની ધરપકડ કરી બાકીના આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.