સરકારી અનાજ કૌભાંડ: અનાજ સગેવગે કરનારા આવ્યા સકંજામાં

News18 Gujarati
Updated: February 11, 2018, 8:09 PM IST
સરકારી અનાજ કૌભાંડ: અનાજ સગેવગે કરનારા આવ્યા સકંજામાં
file photo

ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી એક પછી આરોપીઓની ધરપકડ કરી...

  • Share this:
સરકારી અનાજ સગેવગે કરનાર આવી ગયા સકંજામાં. કાર્ડધારકોના ડેટા હેક કરી સરકારી અનાજનું મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જે કૌભાંડ બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી એક પછી આરોપીઓની ધરપકડ કરી છે શરૂ.

સસ્તા અનાજના દુકાનદારોએ ડેટા હેક કરી સરકારી અનાજ સગેવગે કર્યું હોવાની વિગત સામે આવી હતી. એનએફએસએ કાર્ડધારકોના સોફ્ટવેરની મદદથી ડેટા હેક કરી તેમના હિતનું અનાજ જાણ બહાર બારોબાર સગેવગે કર્યું હતું. જે કૌભાંડ બહાર પડતા જ એક બાદ એક ખુલાસાઓ બહાર આવ્યા. આ મામલે શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારો સામે કુલ આઠ ગુના દાખલ કરી સોફ્ટવેર એન્જીયર સહિત કુલ છઆરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા વધુ બે આરોપીઓની ભૂમિકા મહત્વની હોવાનું પોલીસ જણાવી રહી છે. સમગ્ર કૌભાંડની અંદર આરોપી મયુર શર્માએ અગાઉ ધરપકડ થયેલા રાહુલ નામના આરોપી પાસેથી રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર ડેટા મેળવી સરકારના EPFS એપ્લિકેશનમાં ચેડા કર્યા હતા. બાદમાં હૂબહૂ એક અલગથી સોફ્ટવેર અને ડેટા સર્વર બનાવી રાહુલ સહિત અન્ય વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારોને આપ્યું હતું. તેવી જ રીતે અમદાવાદ ખાતેના રણજિત સોસસિટીમાં રહેતા કલ્પેશ શાહની ભૂમિકા પણ આ સમગ્ર કૌભાંડમાં મહત્વની માનવામાં આવે છે. કલ્પેશ શાહે ટેરા સોફ્ટ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા 7 લાખમાં રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ ડેટા મેળવ્યા હતા. અને બાદમાં આ ડેટા રાહુલને આપ્યા હતા.

આ નેટવર્ક ક્યાં સુધી પથરાયેલું છે તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે. જ્યારે બીજી તરફ જે પ્રકારે રાશનકાર્ડ ધારકોના ડેટા મેળવી સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેની પાછળ ડેટા કલેક્ટ કરતી એજન્સીઓ સામે પણ તપાસ જરૂરી બની છે.

સરકારી અનાજના કૌભાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી તપાસનો તપાસનો રેલો આગળ વધાવ્યો છે. ક્રાઈમ.બ્રાન્ચની તપાસમાં હમણાં સુધી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં આજ રોજ અમદાવાદ અને સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જીયર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એનએફએસએ કાર્ડધારકોના ડેટા હેક સરકારી અનાજનું મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે કૌભાંડ બહાર પડતા તપા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ડેટા હેક કરી સરકારી અનાજ સગેવગે કરવામાં આવ્યું હોવાની વિગત સામે આવી હતી. એનએફએસએ કાર્ડધારકોના સોફ્ટવેરની મદદથી ડેટા હેક કરી તેમના હિતનું અનાજ જાણ બહાર બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યું હતું. જે કૌભાંડ બહાર પડતા જ એકબાદ એક ખુલાસાઓ બહાર આવતા ગયા. આ મામલે શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારો સામે કુલ આઠ ગુના દાખલ કરી હમણાં સોફ્ટવેર એન્જીયર સહિત હમણાં સુધી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી હતી. જ્યાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીઓમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જીનીયર મયુર શર્મા અને મણીનાગરના રણજિત કો- હાઉસિંગ સોસાયટીમાં રહેતા કલ્પેશ શાહનો સમાવેશ નો સમાવેશ થાય છે.ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ વધુ બે આરોપીઓની ભૂમિકા મહત્વની હોવાનું પોલીસ જણાવી રહી છે. સમગ્ર કૌભાંડની અંદર આરોપીઓની ભૂમિકાની વાત કરીએ તો અદાજનના સોફ્ટવેર એન્જીયર મયુર શર્માએ અગાઉ ધરપકડ થયેલ રાહુલ નામના આરોપી પાસેથી રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર ડેટા મેળવી સરકારના EPFS એપ્લિકેશનમાં ચેડા કર્યા હતા. બાદમાં હૂબહૂ એક અલગથી સોફ્ટવેર અને ડેટા સર્વર બનાવી રાહુલ સહિત અન્ય વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારોને આપ્યું હતું. તેવી જ રીતે અમદાવાદ ખાતેના રણજિત સોસસિટીમાં રહેતા કલ્પેશ શાહ ની ભૂમિકા પણ આ સમગ્ર કૌભાંડમાં મહત્વની માનવામાં આવે છે. કલ્પેશ શાહ અગાઉ ટેરા કંપનીના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. જ્યાં કામ કરતા ટેરા સોફ્ટ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા 7 લાખમાં રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ ડેટા મેળવ્યા હતા, અને બાદમાં આ ડેટા રાહુલને આપ્યા હતા. ત્યારબાદ રાહુલની મદદથી અડાજણ વિસ્તારમાં રહેતા મયુર શર્માએ પરવાનેદારોની સમગ્ર કૌભાંડમાં મદદગારી કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જણાવ્યાનુસાર અગાઉ ઝડપાયેલ રાહુલ નામના આરોપી પાસેથી ડેટા મેળવ્યા બાદ મયુર શર્માએ નવું સોફ્ટવેર બનાવ્યું હતું. જેના ઠકી ઇલેક્ટ્રોનિક બોગસ ઇલેક્ટ્રોનિક કુપન જનરેટ કરવામાં આવતી હતી. બાયોમેટ્રિક ફિંગર ડેટા કલેક્ટ કરવાનું કામ સોફ્ટ ટેરા, દેવકીશન,સિલ્વર ટચ અને જેઆઈએલ જેવી કંપ્નીઓને સોંપવામાં આવ્યું છે.

જો કે આ નેટવર્ક ક્યાં સુધી પથરાયેલું છે તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે. જ્યારે બીજી તરફ જે પ્રકારે રાશનકાર્ડ ધારકોના ડેટા મેળવી સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે ,તેની પાછળ ડેટા કલેક્ટ કરતી એજન્સીઓ સામે પણ તપાસ જરૂરી બને છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચનો રેલો હકી ક્યાં સુધી પોહ્ચે છે અને કેટલા આરોપીઓ પોલીસ પકડમાં આવે છે તે હવે જોવું રહ્યું.

સ્ટોરી - કિર્તેશ પટેલ
First published: February 11, 2018, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading