ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની રેલીના પોસ્ટર પર શાહી ચોપડનારની ધડપકડ, કોણ હતા એ થયો ખુલસો
ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની રેલીના પોસ્ટર પર શાહી ચોપડનારની ધડપકડ, કોણ હતા એ થયો ખુલસો
કાર્યકરોએ કાપોદ્રામાં એક બેનર પર 23મીએ રાત્રે શાહી ફેંકી હતી. સરથાણામાં જે બેનરો પર શાહી ફેંકાઈ તેમાં આજ કાર્યકરોની સંડોવણી છે કે, કેમ તેની ફુટેજ આધારે તપાસ શરૂ કરી
કાર્યકરોએ કાપોદ્રામાં એક બેનર પર 23મીએ રાત્રે શાહી ફેંકી હતી. સરથાણામાં જે બેનરો પર શાહી ફેંકાઈ તેમાં આજ કાર્યકરોની સંડોવણી છે કે, કેમ તેની ફુટેજ આધારે તપાસ શરૂ કરી
ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સ્વાગતમાં લગાવવામાં આવેલા પોસ્ટર પર શાહી લગાડવાના મામલામાં પોલીસે પાસના ૬ કાર્યકરો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે જયારે ૫ કાર્યકરોની હજુ સુધી ધરપકડ કરાઈ નથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ કાર્યવાહી કરી હતી.
ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સ્વાગતમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેનરો લગાડવામાં આવ્યા હતા. આ બેનરો પર કાળી શાહી લગાડવામાં આવી હતી. આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે કાપોદ્રા પોલીસે મોડીરાતે બેનરો પર શાહી નાખવા મામલે પાસના કાર્યકરોમાં સંજય માવાણી, મહેશ ઉર્ફે માઇકલ ઠાકરશી વાઘાણી, દેવ પટેલ, નિરવ પાનસુરીયા, અજય ઠુમ્મર, તથા અન્ય એક સામે ગુનો નોંધ્યો છે.
6 પાસ કાર્યકરોએ કાપોદ્રામાં એક બેનર પર 23મીએ રાત્રે શાહી ફેંકી હતી. સરથાણામાં જે બેનરો પર શાહી ફેંકાઈ તેમાં આજ કાર્યકરોની સંડોવણી છે કે, કેમ તેની ફુટેજ આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે અન્ય 5ને શોધવા માટે કવાયત શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસનો સામાન્ય પ્રજા પર ગરમ અને નેતાઓ પર નરમ એવો ભેદભાવ જોવા મળ્યો છે. ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત કાર્યકરોએ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો છતાં પોલીસે હજુ સુધી ગુનો નોંધ્યો નથી. સામાન્ય લોકો કાયદાનું પાલન નહીં કરે ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે.
બીજી તરફ સત્તાધારી પક્ષ સામે કાર્યવાહી કરવામાં પોલીસ આંખ આડાકાન કરી રહી છે. અગાઉ વેસુના શ્યામ બાબા મંદિરમાં ભક્તોની ભીડનો ફોટો ફરતો થતા પોલીસે ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરી હતી. અહીં તો પોલીસની નજર સામે જ ડિસ્ટન્સિંગનો ભંગ કરાયો છે છતાં કાર્યવાહી કેમ નહીં તેવી લોકોમાં ચર્ચા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર