Home /News /south-gujarat /

સુરત: બે કાપડ વેપારીઓને છેતરી પૈસા ખંખેરનારા અલગ-અલગ ઠગની ધરપકડ, જાણો - કેવી રીતે છેતર્યા

સુરત: બે કાપડ વેપારીઓને છેતરી પૈસા ખંખેરનારા અલગ-અલગ ઠગની ધરપકડ, જાણો - કેવી રીતે છેતર્યા

ઈચ્છાપોર પોલીસ સ્ટેશન

એક વેપારી સાથે 3.62 લાખની ઠગાઈ કરનાર અને ઈચ્છાપોરમાં પોલીસના જમણવાર માટે રૂપિયા ખંખેરનાર ઠગબાજને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી

સુરતમાં અલગ-અલગ કાપડ વેપારીઓ સાથે ઠગાઈની ઘટનાઓના આરોપીઓને પોલીસે આજે દબોચી લીધા છે. સુરત પોલીસને રીંગરોડ યુનિવર્સલ ટેક્સટાઈલમાં વેપારી સાથે 3.62 લાખની ઠગાઈ કરનાર અને ઈચ્છાપોરમાં પોલીસના જમણવાર માટે રૂપિયા ખંખેરનાર ઠગબાજને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

પ્રથમ ઈચ્છાપોરમાં નકલી પોલીસ બનીને પૈસા પડાવનાર આરોપીની વાત કરીએ તો, હજીરા રોડ સ્થિત ઇચ્છાપોર ખાતે આવેલા આર.જે.ડી. ટેક્સટાઇલ પાર્કમાં ખાતા નં. ૧૯૩, ૧૯૪ માં કાપડનું કારખાનું ધરાવતા અને પીપલોદ રાધાકીશન મંદીરની સામે રહેતા ૫૩ વર્ષીય દિનેશ છીતુભાઇ પટેલના કારખાનામાં ગત બપોરે બે યુવાનો પોલીસના ડ્રેસમાં આવ્યા હતા અને તેઓ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છે અને પોલીસનો જમણવાર કરવાનો હોવાથી ૧ હજાર રૂપિયાની માંગણી કરી હતી. પોલીસનો જમણવાર હોવાથી કારખાનેદારે ૧ હજાર રૂપિયા આપ્યા હતા અને લાલ કલરના ચોપડામાં પોતાનું નામ લખી સહી કરી હતી.

પરંતુ ઓફિસમાંથી બહાર નીકળતી વેળા બંન્ને ઠગ યુવાને પહેરેલી ખાખી વર્દી જોતા શંકા ગઇ હતી અને કારખાનેદારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ જમવાના નામે પૈસા ઉઘરાવે છે તે વાત સાચી છે એમ પુછયું હતું. પરંતુ કંટ્રોલ રૂમે ઇન્કાર કર્યો હતો અને તુરંત જ ઇચ્છાપોર પોલીસને જાણ કરી હતી. જેથી ઇચ્છાપોર પોલીસ તુરંત જ દોડી ગઇ હતી અને ખાખી વર્દીની આડમાં પોલીસના જમણવારના નામે પૈસા ઉધરાવનાર બે ઠગબાજ ૩૦ વર્ષીય અશોક ગીરધારી હીરાવત અને મધ્યપ્રદેશના રતલામના વતની અને હાલમાં સચીન સ્લમ બોર્ડ નજીક ઝુંપડપટ્ટીમાં રહેતો ૨૬ વર્ષીય છગન બાપુનાથ હીરાવતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો - સુરત: Coronaમાં બેકાર થયેલા યુવાનને માતા-ભાઈએ ઠપકો આપતા બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ


તો બીજી બાજુ, રીંગરોડ યુનિવર્સલ ટેક્ષટાઇલ માર્કેટના વેપારી પાસેથી રૂ.૩.૬૨ લાખનું કાપડ મંગાવી તે પૈકી માત્ર રૂ.૫૦ હજાર ચૂકવી બાકી પેમેન્ટ રૂ.૩.૧૨ લાખ આજદિન સુધી નહીં ચુકવનાર વડોદરાના વેપારી અને દલાલની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ભટાર ક્રુષ્ણા કોમ્પલેક્ષ ૬૦૨ માં રહેતા ૪૧ વર્ષીય અમિતભાઇ­કા શ બત્રા રીંગરોડ યુનિવર્સલ ટેક્ષટાઇલ માર્કેટમાં સંત ફેબ સ્ટુડીઓના નામે કાપડનો વેપાર કરે છે. લગભગ ઍક વર્ષ અગાઉ વડોદરાના વાઘોડીયા ડભોઇ રીંગ રોડ આજવા રોડ સાંઇ બાબા મંદીર પાસે પરીવાર ચાર રસ્તા હાર્મોની ફલેટસ ઍ/૧૦૨ માં રહેતા કાપડ દલાલ રોહિત બાબુભાઇ શર્મા અને શ્રીનાથજી ટ્રેડર્સના નામે કાપડનો વેપાર કરતા અશોક દોલતરામ મોનાની ( રહે.ઍ/૨, સ્વામીનારાયણ ડુપ્લેક્ષ રો-હાઉસ, આયુર્વેદીક રોડ, વાઘોડીયા રોડ, વડોદરા તથા પૌવાવાલાની ગલી, નવાબજાર, વડોદરા અને જે/૧૦૧, શ્રી સિધ્ધેશ્વર હોમ, ડ્રિમ ગાર્ડન સામે, શ્રીનાથજી હાઇવ્યુ પાસે,વી.ઍમ.સી. પાણીની ટાંકી પાસે, સયાજી ટાઉનશીપ રોડ, ન્યુ.વી.આઇ.પી.રોડ, ન્યુ કારેલીબાગ, વડોદરા ) ઍ તેમનો સંપર્ક કરી સમયસર પેમેન્ટના વાયદા કરી સાથે ધંધો કરવા કહ્નાં હતું.

અમિતભાઇઍ ૩ ઓક્ટોબર થી ૯ ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન અશોકભાઇને કુલ રૂ.૩,૬૨,૪૦૧ ની મત્તાનું કાપડ મોકલ્યું હતું. અશોકભાઇઍ તેમાંથી માત્ર રૂ.૫૦ હજારનું પેમેન્ટ કર્યું હતું. જયારે બાકી પેમેન્ટ રૂ.૩,૧૨,૪૦૧ નું પેમેન્ટ કરવાને બદલે અશોકભાઇઍ ગાળાગાળી કરી ધમકી આપી હતી કે, પેમેન્ટ મળશે નહી થાય તે કરી લે, હવે પછી પેમેન્ટની માંગણી કરી છે તો જાનથી મારી નાખીશ. છેતરપિંડીની આ ઘટનામાં અમિતભાઇઍ ગત શનિવારના રોજ વેપારી અને દલાલ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે ગતરોજ વેપારી અશોક દોલતરામ મોનાની (સિંધી) ( ઉ.વ. ૪૫ ) અને દલાલ રોહિત બાબુભાઇ શર્મા ( ઉ.વ. ૫૦ ) ની ધરપકડ કરી હતી
Published by:kiran mehta
First published:

Tags: Arrest accused

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन