સુરત : ચોકલેટની લાલચ આપી દરગાહમાં લઈ જઈ બે માસૂમ બાળા સાથે અશ્લિલ હરકત કરતો લંપટ ઝડપાયો

સુરત :  ચોકલેટની લાલચ આપી દરગાહમાં લઈ જઈ બે માસૂમ બાળા સાથે અશ્લિલ હરકત કરતો લંપટ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

યુવાને દરગાહ નજીક રહેતી બે બાળકી 5 અને 6 વર્ષની બે માસુમ બાળાને ચોક્લેટ અને બિસ્કીટ ખવડાવવાના બ્હાને દરગાહની અંદર લઇ અશ્લીલ હરકતો ક

  • Share this:
સુરત : કોરોના વાઇરસ લઇને લોકડાઉન ચાલી રહયું છે તેવામાં લોકો ઘરની બહાર નથી નીકળતા તેવામાં સુરતના વરિયાળી બજાર વિસ્તાર આવેલી દરગાહમાં રહેતા યુવાને દરગાહ નજીક રહેતી બે બાળકીને બિસ્કિટ અને ચોકલેટ આપવાની લાલચ આપી દરગાહ લઈ જઈને તેમની સાથે શારીરિક છેડછાડ કરતા સ્થાનિક લોકો આ યુવાનને પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના વાઇરસ લઇને લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે એવી કેટલીક ઘટના સામે આવે છે જેને લઈને સમાજમાં રોષની લાગણી ફેલાઇ જતી હોય છે. ત્યારે સુરતમાં એક નહીં પણ બે બાળકી સાથે શારીરિક છેડછાડની ઘટના સામે આવી છે.સુરતના વરિયાળી બજાર વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂની દરગાહની દેખભાળ કરનાર મોહમદ નિશાદ ગુલામ મોહમદ શેખ છેલ્લા લાંબા સમયથી અહીંયા કામ કરતો હતો. જોકે હાલમાં રમઝાન મહિનો ચાલતો હોવા છતાંય લોકડાઉન વચ્ચે કોઈ દરગાહમાં નહીં આવતું હોવાને લઇને આ યુવાને દરગાહ નજીક રહેતી બે બાળકી 5 અને 6 વર્ષની બે માસુમ બાળાને ચોક્લેટ અને બિસ્કીટ ખવડાવવાના બ્હાને દરગાહની અંદર લઇ અશ્લીલ હરકતો કરી હતી.

જોકે બંને બાળા રડવા લાગતા તેને ધમકાવી ઘરે પરત મોકલી આપી હતી, જોકે આ બંને બાળકીઓએ ઘરે જઈને પોતાની સાથે બનેલ ઘટના બાબતે કહેતા પરિવાર ચોકી ઉઠ્યો હતો અને તાત્કાલિક આ મામલે ફરિયાદ કરવા માટે લાલગેટ પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:May 17, 2020, 15:50 pm