Home /News /south-gujarat /

સુરત : યુવક ફેસબુક પર પ્રેમમાં ફસાયો, જુઓ - કુંવારા યુવકોને કેવી રીતે પ્રેમજાળમાં ફસાવતું હતુ દંપતી

સુરત : યુવક ફેસબુક પર પ્રેમમાં ફસાયો, જુઓ - કુંવારા યુવકોને કેવી રીતે પ્રેમજાળમાં ફસાવતું હતુ દંપતી

કુંવારા યુવકને પ્રેમજાળમાં ફસાવી છેતરપિંડી કરતું કપલ ઝડપાયું

ભાઈ-ભાભી સાથે રહેતા 27 વર્ષીય યુવકને લગ્નના બહાને યુવતીને છતર્યો અને સર્જરીના નામે 2.05 લાખ પડાવ્યા હતા.

સુરત : ફેસબુક પર ફેક આઇડી બનાવી કુંવારા યુવકો સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યેનકેન પ્રકારે નાણાં પડાવી લેતી મુંબઇની જૈન યુવતી અને તેના વિધર્મી પતિની પુણા પોલીસે ધરપકડ કરી હતી. આ દંપતીએ પુણાનાં કારખાનેદારને ફસાવીને ૨.૦૫ લાખ ઓનલાઈન રૂપિયા પડાવી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગરનો વતની અને સુરતમાં પુણાગામ સ્વામીનારાયણ મંદિર પાસે અર્જુનનગર સોસાયટી વિભાગ ૩માં ભાઈ-ભાભી સાથે રહેતો ૨૭ વર્ષીય અપરિણીત શાંતીભાઇ કાળુભાઇ સોરઠીયા કાપડનો વેપાર કરે છે. વર્ષ પહેલા લોકડાઉનમાં વતન ગયો ત્યારે ફેસબુક પર પ્રિયંકા જૈનની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી હતી. મેસેજથી વાતચિતમાં પ્રિયંકાએ મૂળ ભાવનગરના પાલીતાણાની વતની હોવાનું અને મમ્મીને લીવરની બીમારીથી અવસાન બાદ હાલ પપ્પા, બહેન સાથે મુંબઈ રહેતી હોવાનું જણાવ્યું હતું.

કડકડાટ ગુજરાતી બોલતી પ્રિયંકાએ શાંતિભાઇને લગ્ન કરવા વાત કરી હતી. ત્યારબાદ પ્રિયંકાએ અલગ-અલગે બહાને રૂ. 2,05,145 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ડિસેમ્બર ૨૦૨૦માં પ્રિયંકાએ મકાન લેવા પૈસાની જરૂર છે તેમ કહ્યું હતું, આ સમયે શાંતીભાઇને અગાઉ પ્રિયંકાએ તેની માતાનો જે ફોટો મોકલ્યો હતો, તેમાં શાહ અટક હોવાથી શંકા ગઈ હતી. પ્રિયંકાએ તે અંગે ગોળગોળ જવાબ આપતા શાંતિભાઇએ મુંબઈ આવી, પૈસા આપીશ કહેતા પ્રિયંકાએ ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચોસુરત : 'ક્યા ભીખારી કી તરહ તમાકુ માંગતે ફિરતે હો', બે મિત્રોએ યુવકને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો

શાંતિભાઇ મિત્રો સાથે મુંબઇ ગયા ત્યારે પ્રિયંકા એક યુવાન સાથે પગપાળા જતા નજરે પડી હતી. તેને કોલ કરતા પ્રિયંકાઅને તેની સાથેના સાથેના વ્યક્તિ અસ્પાક ઉર્ફે જાવેદ શેખને ફોન આપતા તેણે ધમકી આપી હતી કે, તું મુંબઈ આવીશ તો જીવતો નહીં જઈ શકે, તારા માબાપને તારી લાશ લેવા આવવું પડશે.

આ મામલે શાંતિભાઇએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એક ટીમ મુંબઇ જઇ અંકીતા ઉર્ફે પ્રિયંકા ઉર્ફે પ્રિયા અસ્ફાક સાબીતઅલી શેખ અને તેના પતિ અસ્ફાક ઉર્ફે અફાક સાબીતઅલી શેખની ધરપકડ કરી હતી. પ્રિયંકાએ એપેન્ડીક્ષનું ઓપરેશન, નાકના હાડકાનું ઓપરેશન, પોતે બીમાર છે, ભાડાના ફ્લેટની ડીપોઝીટ, લાઇટબીલ, કરીયાણા, ફલેટનું ભાડું, પાર્લરનો ખર્ચ, હોસ્પિટલનો ખર્ચ, એક્ટીવા ખરીદવા માટેનો ખર્ચ, તથા ભાવનગર ખાતે આવવા ભાડા પેટે પૈસા પડાવ્યા હતા.

આ પણ વાંચોચેતવણી! મોબાઈલ પર વાત કરતા-કરતા યુવક 120 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો, ઘટનાસ્થળે જ મોત

આરોપી બંનેએ પૈસા કમાવા આ માયાજાળ ઉભી કરી હતી. જૈન પરિવારની અંકીતાએ વિધર્મી યુવાન અસ્ફાક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય બંનેએ અપરણિત યુવાનો સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી પોતાની માયાજાળમાં ફસાવી પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું. બંનેએ અન્ય કેટલા યુવાન સાથે ઠગાઈ કરી છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
Published by:kiran mehta
First published:

Tags: Fake Facebook ID, Fraud case, Fraud gang, Surat news, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन