સુરતઃટ્રેનમાં આર્મીના વાહનમાં અચાનક આગ લાગતા અફરા તફરી

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 5:41 PM IST
સુરતઃટ્રેનમાં આર્મીના વાહનમાં અચાનક આગ લાગતા અફરા તફરી
સુરતઃ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર ગુડ્સ ટ્રેન મારફત જઇ રહેલ આર્મી વાહનમા અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરી મચી ગઇ હતી. ઘટના ની ગંભીરતા પારખી ખુદ આર્મી ના જવાનો એ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરુ કર્યો હતો.રેલ્વે મારફત જઇ રહેલઆર્મી વાહનના પાછળના ભાગે આગ લાગી હતી.જેને પાણી નો મારો ચલાવી આર્મી જવાનો એ બુઝાવી હતી.જોકે આગ લાગવાના કારણ અંગે અનેક તર્ક વિતરકોં લગાવવામાં આવી રહ્યાં છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 5:41 PM IST

સુરતઃ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર ગુડ્સ ટ્રેન મારફત જઇ રહેલ આર્મી વાહનમા અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરી મચી ગઇ હતી. ઘટના ની ગંભીરતા પારખી ખુદ આર્મી ના જવાનો એ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરુ કર્યો હતો.રેલ્વે મારફત જઇ રહેલઆર્મી વાહનના પાછળના ભાગે આગ લાગી હતી.જેને પાણી નો મારો ચલાવી આર્મી જવાનો એ બુઝાવી હતી.જોકે આગ લાગવાના કારણ અંગે અનેક તર્ક વિતરકોં લગાવવામાં આવી રહ્યાં છે.

જલગાવથી ગુડ્સ ટ્રેન મારફત આર્મીના વાહનો અમદાવાદતરફ લઇ જવામાં આવી રહ્યાં હતાં.ત્યારે ક્રોસિગ નાં કારણે આ ગુડ્સ ટ્રેન સાઈટ કરવામા આવી હતી.સૂત્રો પાસેથી મળી રહેલી માહીતી મુજબ આ ગુડ્સ ટ્રેનમા વાહન થઈ રહેલા આર્મી વાહનમા કોઈ ટીખળ ખૌરએ આગ ચાપવાની કોશિશ કરી હતી.જેમા એક આર્મી જવાન પણ ઘાયલ થયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ઉધના રેલ્વે સ્ટેશન વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો છે એવામાં ઉધના રેલ્વે સ્ટેશન પર આ પ્રકાર નું કૃત્ય સામે આવતા અનેક શંકા કુશંકાઓ ઓ જન્મી છે.

First published: February 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर