Home /News /south-gujarat /

સુરત મનપાનું ફરી એક વખત હદ વિસ્તરણ : જાણો હદ વિસ્તરણની તમામ બાબતો

સુરત મનપાનું ફરી એક વખત હદ વિસ્તરણ : જાણો હદ વિસ્તરણની તમામ બાબતો

સુરત મનપાનું ફરી એક વખત હદ વિસ્તરણ

વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 44,66,826 વસ્તી સુરત શહેરની હતી જેમાં હવે નવી 1,76,003 ઉમેરાતા હવેની વસ્તી 46,42,829 થઇ જવા પામી છે.

સુરત : રાજ્યની મહાનગરપાલિકામાં નવું સીમાંકન કરવામાં આવ્યું છે. જેમાં ૧૪ વર્ષ બાદ હવે સુરત મહાનગરપાલિકાના પણ હદ વિસ્તારમાં વધારો કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ હદ વિસ્તરણમાં સુરત મહાનગર પાલિકામાં ૨ નગરપાલિકા અને ૨૭ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. કામરેજ બાજુના ગામોનો સમાવેશ કરવા માટે ભારે હોબાળાઓ અને વિવાદો બાદ આખરે સમાવેશ કરવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકાનો હાલનો વિસ્તાર 326.515 ચો.કિમિ છે . જેમાં 147.670 ચો કિમી નવો વિસ્તાર ઉમેરાયો છે. જેથી મનપાનો હવે વિસ્તાર 474.185 ચો કિમી થઇ ગયો છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 44,66,826 વસ્તી સુરત શહેરની હતી જેમાં હવે નવી 1,76,003 ઉમેરાતા હવેની વસ્તી 46,42,829 થઇ જવા પામી છે.

બે નગરપાલિકા અને ૨૭ ગ્રામ પાંચયતનો સમાવેશ થયો સચીન અને કંસાડ નગરપાલિકાનો સુરત મનપામાં સમાવેશ કરાયો છે. જ્યારે સેગવા સ્યાદ્લા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા, કોસાડ, પારડી કાંદે, તલંગપોર, ઉંબેર, કાંદી ફળીયા, ભાટપોર, ભાઠા, ઈચ્છાપોર, ભેસાણ, અસાર્મા, ખટોદરા, વાલક, વેલંજા, અબ્રામાં, ભાદા, કઠોર,ખડસદ, લસકાણા, સનીયાહેમદ, પાસોદરા, કુભારીયા અને સારોલી ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે.

મનપાનું અત્યાર સુધીમાં થયેલું હદ વિસ્તરણવર્ષ ૧૯૭૦: રાંદેર, અડાજણ સામેલ કરાયાવર્ષ ૧૯૭૫: કતારગામ, સિંગણપોર, ટૂંકી, વેડ, ડભોલીવર્ષ ૧૯૮૬: નાના વરાછા, કરંજ, પીપલોદ, ઉમરા, અલથાણ, ભટાર, મજૂરા, બમરોલી, પાંડેસરા, ઉધના, ભેદવાદ, ભેસ્તાન, ડિંડોલી, લિંબાયત, આંજણા, ઉમરવાડા, ડુંભાલ, મગોબ, જહાંગીરાબાદ, જહાંગીરપુરાવર્ષ ૨૦૦૬ (ફસ્ટ ફેઝ) - અમરોલી, છાપરાભાઠા, ગોડાદરા, પરવટ, બમરોલી, પૂણા, ઉન, કોસાડવર્ષ ૨૦૦૬ (સેકન્ડ ફેઝ)- રૂંઢ, મગદલ્લા, વેસુ, ભરથાણા, ડિંડોલી, મગોબ, સીમાડા, સરથાણા, મોટા વરાછા, ઉત્રાણ, વરિયાવ, પાલ, પાલનપોર, ગવિયર, વાંટા, ડુમસ, સુલતાનાબાદ, ભીમપોર, આભવા, ખજોદ, સરસાણા, ભીમરાડ, સોનારી, જીઆવ, ગભેણી અને બુડિયા.

સુરતની હદ હવે કામરેજ સુધી સુરત મહાનગર પાલિકાની હદ અત્યાર સુધી સરથાણા સુધી હતી. ત્યારબાદ આગળ સુડાની હદ લાગતી હતી. સરથાણાથી આગળ હવે લસકાણા પણ સામેલ ન હતું. પરંતુ આજની હદ વિસ્તરણમાં આખરે આ તમામ ગામોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ગામોનો સમાવેશ કરવા માટે ભાજપ શાસકો દ્વારા ભારે ધમપછાડા પણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કામરેજ સુધી ના તમામ ગામોનો સમાવેશ થતા સુરત મહાનગર પાલિકાની હદ નક્કી કરી દેવામાં આવી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat Municipal corporation

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन