RTOમાં ડિજીટલાઇઝેશનની એસી તેસી! નથી ભરી શકાતી ફી, વારંવાર સર્વર એરરથી લોકો પરેશાન


Updated: February 11, 2020, 7:36 PM IST
RTOમાં ડિજીટલાઇઝેશનની એસી તેસી! નથી ભરી શકાતી ફી, વારંવાર સર્વર એરરથી લોકો પરેશાન
ફાઈલ ફોટો

ઇન્ચાર્જ આરટીઓ ડી કે ચાવડાએ જણાવ્યું હતું કે, સર્વરમાં ખામી હોવાને કારણે ઇરજદારોના રૂપિયા ઓનલાઇન સિસ્ટમ સ્વિકારી નથી રહી

  • Share this:
સુરત આરટીઓેનું સર્વર ફરિ એક વખત ડાઉન થઇ ગયું છે. આજે જ નહિ પાછલા કેટલાય દિવસોથી લર્નીંગ લાયસન્સ કઢાવ્યા બાદ ટેસ્ટ આપી રી ટેસ્ટ માટે જયારે અપલાય કરે છે તેમને એક એરર આવે છે અને એરર આવતાની સાથે તેમની પાસે એપ્લીકેશન રદ કરવા શીવા.નો કોઇ રસ્તો રહેતો નથી. જેથી ઓનલાઇન પેમેન્ટ ન થવાને કારણે સિસ્ટમ તેમના ફોર્મ એક્ષેપટ નથી કરતું જેથી અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક તરફ સરકાર ડિજીટલાઇઝેશનના બણગા ફુટી રહી છે ત્યારે આ ડીજીટલ સિસ્ટમજ લોકો માટે માથાનો દુખાવો બની ગઇ છે.

સામાન્ય રીતે હવે લાયસન્સ સહિતની તમામ અરજીઓ આરટીઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેથી ફિના પેમેન્ટ પણ ઓનલાઇન ભરવાના હોઇ છે. આવા સમયે હાલમાં આરટીઓ ખાતે નવા લાયસન્સના અપ્લાય માટે જે અરજદારો ફોર્મ ભરે છે તેમના રૂપિયા સ્વીકારી ઓનલાઇન સિસ્ટમ અપ્રુવ આપી રહ્યું છે. ત્યાર બાદ લર્નીંગ લાયસન્સની કોમ્પ્યુંટર પરીક્ષા લેવામાં આવે છે. કોમ્પ્યુંટર પરીક્ષા પાસ થયા બાદ ટેસ્ટ ટ્રેક પર ફાઇનલ ટ્રાઇલમાં જે પાસ થાય છે, તેમને લાયસન્સ માટેની પ્રોસેસમાં મોકલવામાં આવે છે. પરંતુ જે લોકો ફેઇલ થાય છે તેમને ફરિ ટેસ્ટ આપવા માટે ઓનલાઇન અપોઇમેન્ટ લેવાની હોઇ છે. લાંબા સમય બાદ અપોઇમેન્ટ મળે છે.

આ સંદર્ભે ઇન્ચાર્જ આરટીઓ ડી કે ચાવડાએ જણાવ્યું હતું કે, સર્વરમાં ખામી હોવાને કારણે ઇરજદારોના રૂપિયા ઓનલાઇન સિસ્ટમ સ્વિકારી નથી રહી જેને લઇને અરજદારો આરટીઓ ખાતે આવી રહ્યા છે. પણ ત્યાથી પણ તેમને સહકાર મળવાની જગ્યાએ એમજ કહેવામાં આવી રહ્યું છેકે તમે ટ્રાઇ કરતા રહો ઓનલાઇન રૂપિયા ભરવામાં આવશે તોજ તેમને ટેસ્ટ આપવા દેવામાં આવશે ઓફ લાઇન સિસ્ટમ કયારની બંધ થઇ ગઇ છે. જેથી અરજદારોએ આરટીઓના ધક્કા ખાઇને ઢીલા મોઢે પરત ફરવાનો વારો આવી રહ્યો છે.

સામાન્ય લોકો જેમના રૂપિયા ઓનલાઇન નથી ભરાઇ રહ્યા તે લોકો સત્ત્ આરટીઓનો ધક્કા ખાઇ રહ્યા છે. ઓનલાઇન રી ટેસ્ટ માટે ફોર્મ ભરતી વખતે તેમને આવતી એરરને કારણે તેઓના નાણા આરટીઓનું સર્વર સ્વીકારી રહ્યું નથી. જેથી ગણતરીના દિવસો પોતાના લર્નિગ લાયસન્સના બાકી હોઇ લોકો પરેશાન થઇ રહ્યા છે. અને રાહ જોઇ રહ્યા છેકે કયારે આ સિસ્ટમ ચાલુ ં થાય અને તેઓ રી ટેસ્ટ આપી શકે.

ઉલ્લેખનીય છે કે આરટીઓ વિભાગ દ્વારા આ સિસ્ટમાં ટુક સમયમાં ચાલું થઇ જશે પરંતુ તેવા લોકોને પ્રોબલમ વધી ગયો છે જેમના લર્નીગ લાયસન્સ થોડા દિવસમાં પુર્ણ થવાના છે. તેમને અપોઇમેન્ટ ન મળવાને કારણે નવે સરથી લર્નીંગ લાયસન્સની પ્રોસેસ કરવાનો વારો આવશે.
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading