Home /News /south-gujarat /

સુરતઃ પિતા-પુત્રએ કરોડોની જમીન બિલ્ડરને વેચી, દસ્તાવેજ ન કરી આપતા ધરપકડ

સુરતઃ પિતા-પુત્રએ કરોડોની જમીન બિલ્ડરને વેચી, દસ્તાવેજ ન કરી આપતા ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

જમીનના પૈસા ચુકવ્યા હોવા છતાં ગાંધી પિતા પુત્ર દ્વારા જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી આપતા ન હતાં. અને બિલ્ડરને છેલ્લા લાંબા સમયથી ગલ્લા-ટલ્લા કરી ઉલ્લું બનાવતા હતા.

સુરતઃ સુરતના (surat) કતારગામ વિસ્તારની એક જમીન બાપ બેટા દ્વારા વેચાણ કરી જમીન રૂપિયા લઇને દસ્તાવેજ નહીં કરી આપતા બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે (police) આ ઠગ પિતા પુત્રની કરી ધરપકડ (arrested) હતી.

સુરતમાં જે રીતે જમીનના ભાવ વધી રહ્યા છે જેને લઇને જમીન માલિક જમીન એક કરતા વધુ લોકોને વેચીને છેતરપિંડી કરતા હોય છે. અથવા તેના રૂપિયા લઇને દસ્તાવેજ નહીં કરી આપીને છેતરપિંડી કરતા હોય છે. ત્યારે આવી એક ઘટના સામે આવી છે.

આ પણ વાંચોઃ-સોના-ચાંદીની કિંમતો ઉપર ચીનના જીવલેણ વાયરસની થઈ અસર, જાણો નવા ભાવ

જેમાં એલએચ રોડ ત્રિકમનગરમાં રહેતા ઘનેશ ઉર્ફે ધનવાન દયાળજી કોટક બિલ્ડરના  વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. ધનેશ અને તેના ભાગીદારો દ્વારા ઓક્ટોબર 2005માં મહિધરપુરા લીંબુ શેરીમાં રહેતા રમેશચંદ્ર ઈશ્વારલાલ ગાંધી, દેવાંગ રમેશચંદ્ર ગાંધી અને જયેશ રમેશચંદ્ર ગાંધી પાસેથી કતારગામ રેવેન્યુ સર્વે નં.352 પૈકી ટીપી સ્કીન નંબર4 ના ફાઈનલ પ્લોટ નંબર 33 અને 34 વાળી જમીનનો સોદો કરી રૂપિયા 4 કરોડ 50 લાખ ચુકવ્યાં હતાં.

આ પણ વાંચોઃ-અમદાવાદના આ મહિલા PIની માનવતા જોઈને તમે પણ કરશો સો સો સલામ

જમીનના પૈસા ચુકવ્યા હોવા છતાં ગાંધી પિતા પુત્ર દ્વારા જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી આપતા ન હતાં. અને બિલ્ડરને છેલ્લા લાંબા સમયથી ગલ્લા-ટલ્લા કરી ઉલ્લું બનાવતા હતા. જેથી ધનેશ અને તેના ભાગીદારો આપેલ રૂપિયા પાછા આપવા માટેની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-72 વર્ષીય વૃદ્ધાનો AMTS બસની મુસાફરીનો કડવો અનુભવ સાંભળીને હલી જશો તમે

નાણાની માંગણી કરવા છતાંયે નાણા કે દસ્તાવેજ બનાવી ન આપી ઉશ્કેરાઈ જઈને મારે કોઈ પેમેન્ટ આપવું નથી કે દસ્તાવેજ કરી આપવો નથી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બિલ્ડર દ્વારા આ ઠગ પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઇને કતારગામ પોલીસે આ ઠગ પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
Published by:ankit patel
First published:

Tags: Arrested, ગુજરાત, દક્ષિણ ગુજરાત, પોલીસ, સુરત

આગામી સમાચાર