સુરત: લુખ્ખાઓનો આતંક, ચાની કીટલી પર મારામારી કરી લૂંટનો કર્યો પ્રયાસ - Video

News18 Gujarati
Updated: December 13, 2019, 8:20 PM IST
સુરત: લુખ્ખાઓનો આતંક, ચાની કીટલી પર મારામારી કરી લૂંટનો કર્યો પ્રયાસ - Video
લુખ્ખા તત્વોના આતંકનો સીસીટીવી પણ સામે આવ્યા

આ વિસ્તારમાં હત્યા અને લૂંટની ઘટનાઓ પણ ખુબ બની રહી છે, જેને પગલે આજે સ્થાનિક લોકોએ રેલી સ્વરૂપે કમિશનર ઓફિસ પહોંચીને પીઆઇ બદલવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

  • Share this:
સુરતનો લિબાયત વિસ્તાર ગુનેગારોનું હબ બની રહ્યો છે. અહીંયા રહેલા લોકો ખોફમાં જીવી રહ્યા છે કારણ કે આ વિસ્તારમાં સતત કાયદાની પરિસ્થિતિ બગડી રહી છે, ત્યારે એક ચાની દુકાન પર આવેલા અસામાજિક લોકોએ તલવાર વડે દુકાનદાર પર હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લિબાયત મહાપ્રભુ નગર વિસ્તારમાં આવેલી ચાની હોટલ પર ત્રણ દિવસ અગાઉ અસામાજિક તત્વો દ્વારા રીતસરનો આતંક મચાવવામાં આવ્યો હતો. ચાની હોટેલ બંધ કરવાનો સમય થઈ ગયો હોવાથી તેમાં બેઠેલા ચાર જેટલા ઈસમોને હોટલ માલિકે બહાર જવાનું કહ્યું હતું, જેથી ચારે શખ્સોમાં અચાનક સુરાતન આવી ચઢ્યું હતું અને લાકડા વડે હુમલો કરી દીધો હતો. જ્યાં પોતાના સ્વ બચાવમાં માલિક અને કર્મચારીએ નાછૂટકે હાથ ઉપાડવાની ફરજ પડી હતી.

ઘટના ના સમયે ચાના હોટલ માલિકના ઘરની મહિલા પણ હાજર હતી અને તેણીની હાજરીમાં જ આ બનાવ બન્યો હતો. જ્યાં પાછળથી આવી ચઢેલા તેના અન્ય એક સાગરીતે તલવાર વડે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે ફુટેજમાં સ્પષ્ટપણે અસામાજિક તત્વોની લુખ્ખાગીરી કેદ થઈ હતી.


ઘટના અંગે ભોગ બનનાર હોટેલ માલિકે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર આવી ઘટનાઓ વારંવાર બને છે, સાથે હત્યા અને લૂંટની ઘટનાઓ પણ ખુબ બની રહી છે, જેને પગલે આજે સ્થાનિક લોકોએ રેલી સ્વરૂપે કમિશનર ઓફિસ પહોંચીને પીઆઇ બદલવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर