Home /News /south-gujarat /

સુરતમાં ગુંડારાજના live CCTV! નાના દુકાનદારો પાસે એક લાખની માંગણી, ન આપતા તોડફોડ

સુરતમાં ગુંડારાજના live CCTV! નાના દુકાનદારો પાસે એક લાખની માંગણી, ન આપતા તોડફોડ

સીસીટીવીમાંથી બનાવેલી તસવીર

Surat news: સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરત : શહેરમાં (Surat Crime) છેલ્લા કેટલાક દિવસથી ગુનાખોરીનું પ્રમાણ એ રીતે વધ્યું છે જેને લઇને શહેરમાં ડર અને ભયનો માહોલ છે સુરતમાં જાણે ગુંડારાજ સ્થપાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે કે. જ્યાં કેટલાક ઇસમો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી છે. તેના પૈસા ના આપતા નાની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સિલ્ક સિટી. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં જે રીતે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં ચોરીની ઘટનાઓ લૂંટની ઘટના બળાત્કારને હવે અત્યારે ઘટનાઓ જે રીતે સુરતમાં બની રહી છે તેને લઈને સુરતમાં ચકચાર સાથે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની પકડ રહી નથી અથવા ગુનેગારોને પોલીસની બીક નથી રહી તેવા દ્વશ્યો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો - સુરતઃ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ મહિલાના બાળકનું અપહરણ કરી ઉતાર્યો મોતને ઘાટ

વધુ એક નવા જ તત્વની ગુંડાગીરી અને ગુંડારાજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનો વેપાર કરતા બુટલેગર દ્વારા અશ્વિની કુમાર રોડ પર આવેલા જળક્રાંતિ મેદાન પાસેની દુકાનવાળા પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ દુકાનદારે રૂપિયા આપવાની ના પાડી હતી.



જે બાદ, અસામાજીક તત્વો પોતાના સાગરિતો સાથે પહોંચી ગયો હતો અને આવી નાની દુકાન ઉપર લાકડી વડે તોડફોડ કરવાની શરૂ કરી દીધી હતી.આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.  અસામાજિક તત્વોની દાદાગીરીથીનો આ વીડિયો નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો હતો. આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસે હવે આ બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, ક્રાઇમ, ગુજરાત, સીસીટીવી, સુરત

આગામી સમાચાર