સુરતઃ સુરતમાં સતત યુવાનો આપઘત (suicide) કરી રહ્યા છે ત્યાર ગતરોજ કતારગામ વિસ્તારમાં (katargam) રહેતા યુવાન છેલ્લા કેટલાક અમથી માનસિક તન અનુભવતો હતો જેનેલઈને ગતરોજ સુરતના મોટા વરાછા અને નાનાવરાછા જોડતા સવજી કોરાટ બ્રિજ પરથી આપઘાત (suicide) માટે મોતની છલાંગ લગાવી હતી. જોકે પરિવર દ્વારા યુવાન ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે આજે આ યુવાનો મતદેહ તાપી નદીમાંથી (boy jump into river) મળી આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ યુવાનો સૌથ વધુ આપઘાત કરી રહ્યા છે. ત્યારે આજે સુરતના સરથાણા અને મોટા વરાછાને જોડતા સ્વજિકોરાટ બ્રિજ નીચે પાણીમાં એક યુવાનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો.
જોકે આ ઘટના જોનારા સાથનિક લોકોએ આ મામલે ફાયર વિભાગ અને પોલીસને જણકારી આપતા ફાયરની એક ટીમ આવીને આ યુવાન મૃતદેહને બહાર કાઢીને કાપોદ્રા પોલીસન હવેલે કરી હતી જોકે આ યુવાન કોણ છે. તેને આ પગલું કેમ ભર્યું તે દીશામાં મૃતદેહનો કબજાઓ લઈને તપાસ શરું કરી હતી.
ત્યારે પોલીસને જાણકરી મળી હતી કે મારનાર યુવાન ઉંમર વર્ષ 28 રાહુલ કિશોર રોય મૂળ કલકત્તાનો વતની છે જે અત્યારે કતારગામ વિસ્તારમાં રહેતો હતો. અને કાપોદ્રાની રવાની ડાયમંડમાં નોકરી હતી. હતો. જેણે અને ગતરોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ ગુમથી ગયો હતો. જોકે તેના પરિવાર દ્વારા આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ યુવાન સુમુલ ડેરી રોડ પર આવેલા અજાણી પેલેસમાં રહેતો હતો. છેલ્લા કેટલાક સામેથી સતત ટેન્સનમાં ફરતો હતો જેને લઈને તે હતાસ રહેતો હતો. જોકે યુવાન મૃતદેહ મળ્યાના સમાચાર મળતાની સાથે આ યુવાનનું પરિવાર શોકમાં ગરકાવ ગયું હતું.
જોકે આ મામલે કાપોદ્રા પોલીસે આ યુવાની ઓળખ કરી આ મામલે ગુનો દાખલ કરી આ યુવાને ક્યાં કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર