સુરત: સ્કૂલ વાનમાં ઘેટાં-બકરાંની જેમ બાળકોને ભરાતા હોવાનો વધુ એક Video વાઇરલ

News18 Gujarati
Updated: October 9, 2019, 7:47 PM IST
સુરત: સ્કૂલ વાનમાં ઘેટાં-બકરાંની જેમ બાળકોને ભરાતા હોવાનો વધુ એક Video વાઇરલ
સુરત પાર્સિંગ આ વાન સુરતના ઉધના પાંડેસરા કે લિંબાયત વિસ્તારની હોવાનું માનવામાં આવે છે.

સુરત પાર્સિંગ આ વાન સુરતના ઉધના પાંડેસરા કે લિંબાયત વિસ્તારની હોવાનું માનવામાં આવે છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: આમ તો દરેક લોકો પોતાના બાળકોને રીક્ષા અથવા વાનમાં સ્કૂલે મોકલતા હોય છે, પરંતુ તમારું બાળક કેટલું સલામત હોય છે તે કદી નથી વિચારતા, ત્યારે સ્કૂલ વાન ચાલકો નિયમોની એસી-તેસી કરી બાળકોને ઘેટા બકરાની જેમ વાનમાં ભરે છે, તેનો પૂરાવો આપતો વીડિયો વાયરલ થયો છે.

સુરતમાં સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકો બાળકોને ઘેટા બકરાંની જેમ ભરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. આજે વધુ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં બાળકો વધુ હોવાને લઈને સ્થાનિક લોકો દ્વારા આ વાનને અટકવામાં આવી હતી અને લોકોએ ડાઈવરનો ઉધડો લીધો હતો.

આ મામલે પોલીસે કાર્યવાહી કરતા વાન અને રીક્ષા ચાલકો દ્વારા હડતાળ કરવા આવી હતી, અને પોતાને ઓછા બાળકો લઈ જાય તો પોસાતું નથી. ત્યારબાદ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ભાડામાં વધારો કર્યા બાદ પણ કમાણી કરવાની લાહ્યમાં સ્કૂલ વાન ચાલકો બાળકો વધુ ભરીને ભૂલકાઓનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.

આ બાજુ કોઈ દુર્ઘટના બને ત્યારે જ તંત્ર અને વાલી સતર્ક થાય છે, પોતાના બાળકોનું ધ્યાન તેના વાલીએજ રાખવાનું હોય છે, પરંતુ વાલીઓ પણ જાગૃપતા બતાવી આવા વાન ચાલકો સામે પગલા નથી ભરી રહ્યા.

સુરત પાર્સિંગ આ વાન સુરતના ઉધના પાંડેસરા કે લિંબાયત વિસ્તારની હોવાનું માનવામાં આવે છે. ભલે તંત્ર અને બાળકના વાલી સતર્ક નથી, ત્યારે સુરતના લોકો સતર્ક થઈને આ વાનને અટકાવી તેના બિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલે તંત્ર કે પોલીસ દ્વારા આગામી દિવસોમાં ફરી તપાસ બાદ દંડની કાર્યવાહી કરે, તોજ આવા વાન ચાલકો પર કાબુ મેળવી શકાય નહીં, તો કોઈ દિવસ મોટી ઘટના બને તો નવાઈની વાત નહીં.
First published: October 9, 2019, 7:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading