સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર


Updated: September 19, 2020, 6:24 PM IST
સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર
વીડિયો પરથી તસવીર

સુરત ટ્રાફિક પોલીસની મદદ માટે તેનાત કરવામાં આવેલા ટીઆરબી જવાનો છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં આવી રહ્યા છે.

  • Share this:
સુરત: શહેર ટ્રાફિક પોલીસની (surat traffic police) મદદ માટે રાખવામાં આવેલ ટીઆરબી જવાનોની (TRB) દાદાગીરી સાથે રૂપિયા લેતા હોવાના એક વીડિયો છેલ્લા થોડા દિવસમાં વાયરલ થયા બાદ તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral video) ત્યો છે જેમાં આ જવાનોને સત્તા નહી હોવા છતાંય એક ટેમ્પો અટકાવી તેના ચાલકને માર મારવાની ઘટના સામે આવી છે.

સુરત ટ્રાફિક પોલીસની મદદ માટે તેનાત કરવામાં આવેલા ટીઆરબી જવાનો છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં આવી રહ્યા છે અને તેમના વિવાદોના અનેક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયા છે. ત્યારે આજે વધુઅ એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.

સુરતના સિગણપોર વિસ્તારમાં બે ટીઅરબી જવાના પોતાની મોટરસાઇકલ પર આવે છે અને રસ્તા એક ટેમ્પોને અટકાવે છે. જોકે આ જવાનોને કોઈ પણ વાહન અટકાવાની સત્તા નથી છતાંય ટેમ્પો અટકાવીને ટેમ્પો ચાલક સાથે માથાકૂટ કર્યાબાદ માર મારે છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ 6 વર્ષની બાળાની હત્યાનો ભેદ ઉકેલાયો, દુષ્કર્મ આચરવા જતાં બાળકીએ પ્રતિકાર કરતા કરી હતી હત્યા

આ પણ વાંચોઃ-FACT Check: શું મોદી સરકાર દરેક ઘર ઉપર ફ્રીમાં સોલર પેનલ લગાવી રહી છે? જાણો સચ્ચાઈ

આ પણ વાંચોઃ-3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ! એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંકજોકે ત્યાર બાદ આ ટેમ્પો પોતાની સાથે લઇ જતા જોવા મળે છે જોકે થડ દિવસ પહેલા આવા અનેક વિવાદ સામે આવિયા બાદ સુરત પોલીસ દ્વારા ટીઆરબી જવાનો ને પોતાને આપવામાં આવેલ કામગીરી સિવાયની કામગીરી નહી કરવાની સૂચના પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે.

વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો



જો પોતાની સત્તામાં નહી હોવા છતાંય કામગીરી કરશે તો તેમને નોકરીમાંથી ફરજ મોકૂફ કરવાની લેખિતમાં નોટિસ આપ્યા બાદ પણ આ જવાનો નથી સુધરતાં ત્યારે આ વીડિયો હાલ સુરતમાં વાયરલ સાથે લોકોના ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે આ મામલે અધિકારી આ જવાનો પર કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યું.
Published by: ankit patel
First published: September 19, 2020, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading