આપના પ્રદેશ સંગઠન મંત્રી સાથે મારામારી, આપના કાર્યકર્તાઓએ આખી રાત પોલીસ સ્ટેશનના પટાંગણમાં ગુજારી
આપના પ્રદેશ સંગઠન મંત્રી સાથે મારામારી, આપના કાર્યકર્તાઓએ આખી રાત પોલીસ સ્ટેશનના પટાંગણમાં ગુજારી
આપના સંગઠન મંત્રી રામ ધડુક નું કહેવું છે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે એટલા માટે તેમના કાર્યકરો દ્વારા અમારી પર હુમલાઓ કરાવી રહ્યા છે.
Surat News: આપના સંગઠન મંત્રી રામ ધડુક નું કહેવું છે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે એટલા માટે તેમના કાર્યકરો દ્વારા અમારી પર હુમલાઓ કરાવી રહ્યા છે. જ્યાં સુધી ગુનો દાખલ ન થાય ત્યાં સુધી પોલીસ મથકમાં ધરણા પર બેસવાનો નિર્ણય આમ આદમી પાર્ટી લીધો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) પહેલાજ રાજ્યમાં આમ આદમી પાર્ટી (Gujarat AAP) અને ભાજપ (BJP) આમને સામને આવી રહી છે ત્યારે સુરત (Surat)માં એક સપ્તાહમાં બીજી વખત આપ અને ભાજપના કાર્યકર્તા વચ્ચે મારમારીનો બનાવ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ (BJP0AAP) કાર્યકર્તાઓ વચ્ચે ફરી મારામારીનો મામલો સુરતના સરથાણા વિસ્તારમાં જન સંવાદના ક્રાયકમ વેળાએ સીમાડા નાકા સ્થિત આવેલ વાલમ નગર ખાતે બબાલ થઈ હતી. જેમાં આપના કાર્યકર્તા ઓને ભાજપના કાર્યકર્તા દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો આપ દ્વારા કરવામાં આવ્યા હતા.
તેમજ રસ્તામાં આતંરી પ્રચાર અર્થે ગયેલા પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વાસાણી, આકાશ ઇટાલીયા સહીતના 7 થી 8 કાર્યકર્તાઓ પર ભાજપના 25 થી 30 લોકો દ્વારા હુમલો કરાયાના આક્ષેપો કરાયા છે. આ બનાવને પગલે મોડી રાત્રે મામલો સરથાણા પોલીસ મથક પહોંચ્યો હતો. પરંતું આખી રાત્રિ મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાએ પોલીસ સ્ટેશનના પટાંગણમાં ગુજારી હતી. છતાં કોઈ ગુનો નોંધવામાં ન આવતા આપના કાર્યકર્તા સવારથી સરથાણા પોલીસ મથકે ધરણા પર બેસીને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે.
આપના સંગઠન મંત્રી રામ ધડુક નું કહેવું છે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે એટલા માટે તેમના કાર્યકરો દ્વારા અમારી પર હુમલાઓ કરાવી રહ્યા છે. જ્યાં સુધી ગુનો દાખલ ન થાય ત્યાં સુધી પોલીસ મથકમાં ધરણા પર બેસવાનો નિર્ણય આમ આદમી પાર્ટી લીધો છે.
મહત્વની વાત એ છે કે અગાઉ પણ ભાજપ કાર્યાલય પાસે મારામારી થઈ હતી. જેમાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાયો છે ત્યારે ફરી બીજી વખત મારામારી થઈ છે જેમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે હવે સુરત પોલીસ આ મારામારી ઘટના કેવી કાર્યવાહી કરશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર