Home /News /south-gujarat /

AAPએ BJPનું કર્યું એપ્રિલફુલ! BJPમાં જોડાયેલા વધુ એક કોર્પોરેટરની AAPમાં ઘરવાપસી

AAPએ BJPનું કર્યું એપ્રિલફુલ! BJPમાં જોડાયેલા વધુ એક કોર્પોરેટરની AAPમાં ઘરવાપસી

કોર્પોરેટર કુંદન કોઠિયા

Surat political News: ગુજરાતમાં એક માત્ર સુરત શહેરમાં (Surat city) આમ આદમી પાર્ટી 27 સીટો (Aam Aadami Party) પર વિજય મેળવી વિરોધ પક્ષ તરીકે સુરત મહાનગર પાલિકામાં (SMC) બેઠી હતી.

સુરતઃ સુરતના વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા (Corporator kundan kothia) આજે ફરી એકવાર વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં (Aam Aadami Party) જોડાયા છે. કુંદન કોઠીયા જણાવ્યું હતું કે ખોટું સહન નથી થતું, અહીં વ્યક્તિનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી મેં માફી માંગીને ઘરના સભ્યની જેમ મને પરત રાખી છે આપમાંથી ભાજપમાં (BJP) અને ફરીથી આપમાં કોર્પોરેટર આવી આવી રહ્યા છતાં સ્વીકારાય છે??

ગુજરાતમાં એક માત્ર સુરત શહેરમાં આમ આદમી પાર્ટી 27 સીટો પર વિજય મેળવી વિરોધ પક્ષ તરીકે સુરત મહાનગર પાલિકામાં બેઠી હતી. પરંતુ ભાજપે યેનકેન પ્રકારને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો અને બાદમાં એક મળી કુલ છ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જોકે ફરી એકવાર આપમાંથી ભાજપમાં ગયેલા નગરસેવકો ઊંધા પગે ફરી વાર આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આપવાથી ભાજપમાં ગયેલા મહિલા નગરસેવક મનીષા કુકડીયા ફરી એકવાર ભાજપ છોડીને આપમાં જોડાઈ હતી. ત્યારે આજે વધુ એક મહિલા કોર્પોરેટરનું આમ આદમી પાર્ટીમાં ઘર વાપસી થઈ છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા આજે ફરી એકવાર વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.હવે ફરીથી આપમાં આવ્યા બાદ કોર્પોરેટર આપ પાર્ટી પરિવાર જેવી લાગી. આ અંગે સુરત આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તને પ્રેમ કરું છું તારા ફોટો જોઉં છું', પુત્રવધૂ સાથે સસરાએ મર્યાદા ઓળંગી

કુંદન કોઠીયાએ પત્રકારોને જણાવતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી મારા પરિવાર જેવું છે. ઘરવાપસી કરવાનું કારણ જણાવતા તેઓએ ઉમેર્યું હતું કે ખોટું સહન નથી થતું, અહીં વ્યક્તિનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી મેં માફી માંગીને ઘરના સભ્યની જેમ મને પરત રાખી છે.

ભાજપમાં ગ્રાઉન્ડ લેવલના કામો થઈ શકતા નથી. વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે તેની ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. જે અંતર્ગત અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત મુલાકાત કરવાના છે. ત્યારે ફરી એકવાર આપના નગરસેવકો ભાજપમાં ગયા બાદ ફરી આપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે રાજકારણ ગરમાયુ છે.
Published by:ankit patel
First published:

Tags: AAP Gujarat, Gujarati news, Surat news

આગામી સમાચાર