સુરત: જમીન દલાલની લાકડાના ફટકા મારી હત્યા, લાશ ગટરમાં ફેંકી દીધી હતી, હત્યારો ઝડપાયો


Updated: October 3, 2020, 3:46 PM IST
સુરત: જમીન દલાલની લાકડાના ફટકા મારી હત્યા, લાશ ગટરમાં ફેંકી દીધી હતી, હત્યારો ઝડપાયો
ભાગીદારે ઓફિસમાં લઈ જઈ તેના સાગરીતો સાથે લાક઼ડાના ફટકા મારી હત્યા કરી લાશને કોથળામાં બાંધી ગટરમાં ફેકી દીધી હતી

ભાગીદારે ઓફિસમાં લઈ જઈ તેના સાગરીતો સાથે લાક઼ડાના ફટકા મારી હત્યા કરી લાશને કોથળામાં બાંધી ગટરમાં ફેકી દીધી હતી

  • Share this:
સુરત: ડિંડોલી ન્યુ બાલાજીનગરમાં રહેતા જમીન દલાલની પ્લોટ બતાવાને બહાને તેના ભાગીદારે ઓફિસમાં લઈ જઈ તેના સાગરીતો સાથે લાક઼ડાના ફટકા મારી હત્યા કરી લાશને કોથળામાં બાંધી ગટરમાં ફેકી દીધી હતી. જમીન દલાલ ઘરેથી નિકળયા બાદ પરત નહીં આવતા તેના પરિવારે ગુમ થવાની અરજી કરી હતી. ભાગીદારો સહિતના સામે શંકા વ્યકત કરી હતી.

પોલીસે મોબાઈલ કોલ ડેટાના આધારે તપાસ શરુ કરી, ત્રણ આરોપીઓને ઉચકી લાવ્યા બાદ તેમની કબુલાતને આધારે જમીન દલાલની લાશ ગટરમાંથી બહાર કાઢી હતી. પોલીસે આ કેસમાં છ સામે હત્યાનો ગુનો દાખલ કરી, જેતે સમયે ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ નાસતા ફરતા વધુ એક આરોપીને યુપીથી ઝડપી પાડ્યો છે.

ડિંડોલી ન્યુ બાલાજીનગરમાં રહેતા રામફેર ભોલાનાથ ગૌત્તમ જમીન દલાલીનું કામકાજ કરતા હતા. રામફેરને ગત તારીખ ૫મી નવેમ્બર ૨૦૧૯ના રોજ તેના ભાગીદાર શ્યામલાલ યાદવ પ્લોટ જોવાને બહાને તેની સાથે લઈ ગયા બાદ ગુમ થયા હતા. રામફેર પરત ઘરે નહી આવતા તેના પરિવારજનો દ્વારા રામફેરના ગુમ થવા પાછળ તેના ભાગીદાર શ્યામલાલ સહિતના લોકો સામે શંકા વ્યકત કરી હતી. જેના આધારે પોલીસે ગુમ થવાના દિવસે રામફેર સાથે મોબાઈલ પર વાતો કરનાર નંબરના આધારે તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચોપત્ની પીડિત પતિએ કર્યો આપઘાત, મરતા પહેલા 13 પેજની સુસાઈડ નોટ લખી પત્ની-સાસરીયા વિરુદ્ધ કાઢી ભડાશ


જેમાં મુંબઈના જાગેશ્વરીના જીતેન્દ્ર ઉર્ફે જવાલા રાજબહાદુર યાદવે અવાર નવાર વાત કરવાની સાથે તેની કાર બનાવના દિવસે નવસારીના બોરીયાચ ટોકનાકા પરથી પસાર થઈ હોવાનું બહાર આવતા ઍક ટીમ મુંબઈ મોકલી જીતેન્દ્ર ઉર્ફે જવાલા અને દીવાકર વિરેન્દ્ર યાદવને જયારે સંદીપ યાદવને યુપીથી ઉચકી લાવી પુછપરછ કરી હતી. જેમાં ચોકાવનારી વિગત બહાર આવી હતી.ત્રણેય જણાએ રામફેરની અન્ય આરોપી આલોક શ્રીકાંત યાદવે જુના ઝઘડાની અદાવતમાં તેના ઘરે લાકડાના ફટકા મારી હત્યા કરી, લાશને ડિંડોલીની ગટરમાં ફેકી નિકાલ કર્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ગટરમાંથી રામફેર ગૌત્તમની લાશ બહાર કાઢી હતી. પોલીસે મૃતક રામફેર ગૌત્તમની પત્ની મદીનાદેવી ફરિયાદ લઈ છ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

જયારે આ કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપી ડિંડોલી રામીપાર્ક સોસાયટીમાં રહેતો આલોક શ્રીકાંત યાદવ નાસતો ફરતો હતો. તે દરમિયાન આલોક યાદવ તેના વતન ઉત્તરપ્રદેશના જાનપુરના અગરોરા ખાતે હોવાની બાતમી મળતા ડિંડોલી પોલીસની એક ટીમ તેને તપાસ માટે તેના વતન ગઈ હતી. ત્યાંથી આલોક યાદવને ઝડપી પાડી સુરત લાવી તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: October 3, 2020, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading