સુરત : Lockdownમાં સ્કૂલ સંચાલકો ફી માટે ફોન કરી કરે છે દબાણ, વાલીઓમાં રોષ


Updated: May 29, 2020, 3:44 PM IST
સુરત : Lockdownમાં સ્કૂલ સંચાલકો ફી માટે ફોન કરી કરે છે દબાણ, વાલીઓમાં રોષ
લોકડાઉનમાં સ્કૂલ ફી માટે વાલીઓને દબાણ કરાતા રોષ

વાલીઓ દ્વારા શિક્ષણમંત્રીને પણ ટેલિકોનિક રીતે ફરિયાદ કરવામાં આવી

  • Share this:
સુરત : કોરોના વાઇરસ વચ્ચે લોકડાઉન હોવાને લઈને સ્કૂલો હાલમાં બંધ છે, તેવામાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ દ્વારા વાલીઓને ફોન કરીને સ્કૂલની ફી ભરી જવાનું કહેવાતા વાલીઓ સ્કૂલે પહોંચ્યાં છે. શાળાના પ્રિન્સિપાલને મળીને કોરોના સમયમાં ફી માટે દબાણ ન કરવા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ શિક્ષણમંત્રીને પણ ટેલિકોનિક રીતે વાલીઓએ ફરિયાદ કરી છે. આ પ્રકારે સ્કૂલોના આવા વલણને લઇને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

કોરોના વાઇરસની મહામારીને પગલે હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે, તેવામાં સુરત કતારગામ વિસ્તાર આવેલી ગજેરા સ્કૂલ દ્વારા અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓને પર્સનલ ફોન કરીને ફી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને વાલીઓ તાત્કાલિક સ્કૂલ પર પહોંચ્યા અને શાળાના પ્રિન્સિપાલને મળીને કોરોના સમયમાં ફી માટે દબાણ ન કરવા રજૂઆત કરવામાં આવી છે.

વાલીઓ દ્વારા શિક્ષણમંત્રીને પણ ટેલિકોનિક રીતે ફરિયાદ કરવામાં આવી હતી. સ્કૂલ દ્વારા આ મામલે કહેવામાં આવ્યું કે, નવા સત્રના એડમિશન માટે વાલીઓને બોલાવવામાં આવ્યાં છે. ધોરણ 1, 9 અને 11માં નવા એડમિશનની કામગીરી શરૂ કરી છે, અને આગામી મહિનાથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે સ્કૂલ પર પહોંચેલા વાલીઓને ગેરસમજ થતાં આજે સ્કૂલ પર આવ્યા હતા અને ફી મંગાતી હોવાની વાત કરી હતી.

તેમણે કહ્યું કે, અમે વાલીઓને કહ્યું કે, જે લોકો ફી ભરી શકે તેમ છે તેઓ ફી ભરે, તો સ્કૂલના ખર્ચાઓમાં તે કામ આવી શકે. સગવડતા પ્રમાણે ફી ભરે, બાકી કોઈને ફોર્સ કરાતો નથી.

આ બાજુ વાલીઓને આક્ષેપ છે કે, શાળાના શિક્ષકોના પગાર કરવા માટે ફીની માંગ કરાઈ રહી છે, જેથી વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું કે, આજ પ્રમાણે ભૂતકાળમાં પણ સ્કૂલ દ્વારા ફી માટે દબાણ કરવામાં આવ્યું છે. જોકે સ્કૂલ દ્વારા ફી માટે આ રીત ફોન કરવાને લઇને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે બીજી બાજુ સ્કૂલ પોતાનો બચાવ કરી રહી હોવાનું જોવા મળ્યું હતું.
First published: May 29, 2020, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading