આંગણવાડી બહેનોને CAS ટેકનોલોજીથી સજ્જ smartphone અપાશે

News18 Gujarati
Updated: August 26, 2019, 4:15 PM IST
આંગણવાડી બહેનોને CAS ટેકનોલોજીથી સજ્જ smartphone અપાશે
આંગણવાડી બહેનોને સ્માર્ટફોન અપાશે

આંગણવાડીની બહેનોને હાલ જુદા જુદા ૧૧ જેટલા રજીસ્ટરો નિભાવવા પડે છે. આ સ્માર્ટ ફોન ઉપલબ્ધ એપ્‍લીકેશનથકી રજીસ્ટરોની ઓનલાઈન નિભાવણી કરી શકશે. જેથી બહેનોને રોજીંદુ કામ સરળ તથા ઝડપી બનશે.

  • Share this:
સુરત: દેશમાંથી કુપોષણને નાબુદ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  “સહિ પોષણ દેશ રોશન”ના સંકલ્પ સાથે ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ ફોનનું સુરત જિલ્લાની આંગણવાડી બહેનોને વન, મહિલા અને બાળ વિકાસ મંત્રીગણપતસિંહ વસાવા તથા સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.

કુપોષણના દૈત્યને નાબુદ કરવાના આશયથી સમયથી સાથે તાલ મીલાવીને આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે તમામ કામગીરી મોનીટરીંગ થાય તેવા હેતુથી સ્માર્ટ મોબાઈલ ફોનનું વિતરણ કરાયું છે. આંગણવાડીની બહેનોને હાલ જુદા જુદા ૧૧ જેટલા રજીસ્ટરો નિભાવવા પડે છે. આ સ્માર્ટ ફોન ઉપલબ્ધ એપ્‍લીકેશનથકી રજીસ્ટરોની ઓનલાઈન નિભાવણી કરી શકશે. જેથી બહેનોને રોજીદુ કામ સરળ તથા ઝડપી બનશે.

ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. ટેકનોલોજીના વિનીયોગથકી કામ ઝડપી અને સરળ થતુ હોય છે જેથી બહેનોને સ્માર્ટફોન આપવામાં આવ્યા છે જેથી તેમને ૧૧ જેટલા રજીસ્ટરોની નિભાવણીમાંથી મુકતિ મળશે. સુરત જિલ્લામાં બે થી અઢી કરોડના ખર્ચે મોબાઈલ ખરીદવામાં આવ્યા છે જયારે સમગ્ર રાજયમાં ૪૫ કરોડના ખર્ચે સ્માર્ટ ફોનની ખરીદી કરવામાં આવી છે. આજે રાજય સરકાર દ્વારા દરેકક્ષેત્રે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેતીવાડી તથા શિષ્‍યવૃત્તિની યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ, એન.એની પ્રક્રિયા, શિક્ષકોની હાજરી એમ તમામ સુવિધાઓ ઓનલાઈન કરવામાં આવી છે. જેના પરિણામે ખર્ચની સાથે સમયની બચત તેમજ કાર્યમાં ઝડપ આવી છે.”

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, સ્માર્ટ ફોનના ઉપયોગથી આંગણવાડીની બહેનોના સમયની બચત સાથે રોજીદુ કાર્ય સરળ થશે. આંગણવાડીની તમામ કામગીરી સ્માર્ટફોનથકી એન્ટ્રીઓ તાલુકા, જિલ્લા અને સી.એમ.ડેસ્ક બોર્ડ પર થવાની છે,”.

First published: August 26, 2019
વધુ વાંચો
अगली ख़बर