સુરત: બડાગણેશ મંદિરે જતી આધેડ મહિલાને અજાણ્યા શખ્સે બોચીથી પકડી નીચે પછાડી, પથ્થર વડે માથા ઉપર કર્યો હુમલો


Updated: October 28, 2020, 8:25 PM IST
સુરત: બડાગણેશ મંદિરે જતી આધેડ મહિલાને અજાણ્યા શખ્સે બોચીથી પકડી નીચે પછાડી, પથ્થર વડે માથા ઉપર કર્યો હુમલો
પ્રતિકાત્મક તસવીર

પતિની માનતા હોવાથી મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યે આધેડ મહિલા ઘરેથી ઍકલા ચાલતા ચાલતા મંદિરે જવા માટે નીકળ્યા હતા.

  • Share this:
સુરતઃ શહેરના સરથાણા જકાતનાકા (sarthana jakatnaka) વિસ્તારમાં રહેતા આધેડ મહિલા ગઈકાલે મંગળવારે વહેલી સવારે પતિની માનતા હોવાથી બડાગણેશ મંદિરે (BadaGanesh temple) ચાલતા ચાલતા જતી હતી. આ સમયે સીમાડા નાકા તરફ જતા વ્રજ વિલાસ હવેલી પાસે અજાણ્યાઍ પાછળથી બોચી પકડી જમીન પર પછાડી માથામાં પથ્થરથી હુમલો (man attack on woman) કરી નાસી ગયો હતો. મહિલાને લોહીલુહાણ હાલતમાં પરિવાર દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવતા માથામાં 15 ટકા આવ્યા હતા. પોલીસે (surat police) મહિલાના પુત્રની ફરિયાદ લઈ અજાણ્યા હુમલાખોર સામે ગુનો દાખલ કરી તપાસ સીસીટીવી ફુટેજના (CCTV) આધારે ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા નવજીવન હોટલની બાજુમાં આર્શીવાદ બંગ્લોઝ ખાતે રહેતા મૂળ બોટાદના તરઘરાના વતની 34 વર્ષીય અંકુરભાઈ જાદવભાઈ ધોળકિયા કોસંબા ખાતે સમર્પણ હર્બલ લાઈફ નામની આયુર્વૈદિક દવાની કંપની આવેલી છે.

સવારે સાડા પાંચ વાગ્યે ઘરેથી મંદિર જવા માટે એકલા નીકળ્યા હતા

અંકુરભાઈની 52 વર્ષીય માતા મધુબેન તેના પતિ અવાર નવાર બિમાર પડતા હોવાથી કતારગામમાં આવેલ બડાગણેશ મંદિરે જવાની માનતા રાખી હતી જેથી ગઈકાલે મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યે ઘરેથી ઍકલા ચાલતા ચાલતા મંદિરે જવા માટે નીકળ્યા હતા.

આ પણ વાંચોઃ-સતત બે દિવસના ઘટાડા બાદ Gold-Silverના ભાવમાં ફરી તેજી, જાણો અમદાવાદમાં સોના-ચાંદીના આજના ભાવ

અજાણ્યા વ્યક્તિએ ગરદનથી પકડી રોડ ઉપર પટકીમધુબેન નવજીવન હોટલથી સીમાડા નાકા તરફ રોગ સાઈટમાં ચાલતા જતા હતા તે વખતે સીમાડા બ્રિજ પાસે કોફી કલરના શર્ટ પહેરેલા અજાણ્યાઍ પીછો કરે તેવુ લાગતા મધુબેન ઝડપથી ચાલવા લાગતા વ્રજ વિલાસ હવેલી પાસે પીછો કરતા અજાણ્યાઍ પાછળના ભાગેથી ગરદન પકડી રોડ ઉપર નીચે પાડી દીધી હતી.અને માથામાં પથ્થર મારવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! શ્વાન બાંધવાની સાંકળથી પતિએ પત્નીને આપ્યો ટુંપો, પછી ચપ્પા વડે કરી હત્યા, ઓગસ્ટમાં જ થયા હતા Love મેરેજ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૈભવી દારૂની મહેફિલ કેસ! નીરવને દારૂ સપ્લાય કરનાર ચિરાગ જૈસ્વાલની ધરપકડ, એક IPS સાથે છે સારા સંબંધ

લોહીલુહાણ મહિલા થોડીવાર બેઠા બાદ ઘરે જઈને જાણ કરી
મધુબેને પોતાનો જીવ બચાવવા માટે બુમાબુમ કરતા અજાણ્યો ભાગી ગયો હતો. મધુબેન લોહીલુહાણ હાલતમાં જ થોડીક વાર સ્થળ પર બેસી રહ્યા બાદ ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ બનાવ અંગી પરિવારના સભ્યોને જાણ કરી હતી.લોહીલુહાણ મધુબેનને 12થી 15 ટાંકા આવ્યા
મધુબેનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાં તેમને માથામાં 12થી 15 ટકાઓ આવ્યા છે. બનાવ અંગે મધુબેનના પુત્ર અંકુરની ફરિયાદ લઈ પોલીસે અજાણ્યા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: October 28, 2020, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading