સુરતની વૃદ્ધ મહિલાએ મરતા-મરતા 5 લોકોને આપ્યું નવજીવન

News18 Gujarati
Updated: November 14, 2019, 10:58 PM IST
સુરતની વૃદ્ધ મહિલાએ મરતા-મરતા 5 લોકોને આપ્યું નવજીવન
સુરતની વૃદ્ધ મહિલાએ મરતા-મરતા 5 લોકોને આપ્યું નવજીવન

સુરતના અડાજણ વિસ્તારમાં રહેલા 75 વર્ષના કાંતાબેન સાવલિયા મરતા મરતા એવું કરી ગયા કે લોકો તેમને યાદ રાખશે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: સુરત વિશ્વમાં સૌથી વધુ દાન આપવા માટે જાણીતુ છે ત્યારે સૌથી વધુ અંગ દાન પણ સુરતના લોકો કરે છે ત્યારે 75 વર્ષના વૃદ્ધે મરતા મરતા 5 લોકોને નવું જીવન આપીને માનવતા મહેકાવી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેલા 75 વર્ષના કાંતાબેન સાવલિયા મરતા મરતા એવું કરી ગયા કે લોકો તેમને યાદ રાખશે. મૂળ અમરેલી જિલ્લાના હુડલી ગામના અને હાલ અડાજણ સ્તુતિ રેસીડન્સીમાં રહેતા કાંતા બેન દુર્લભજીભાઈ સાવલિયા પરિવાર સાથે રહેતા હતા. ગત 9 નવેમ્બરના રોજ કાંતાબેન અડાજણ ટીજીબી હોટલ પાસે આવેલા માલવિયા પેથોલોજી લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવીને તેમના પુત્રવધુ સાથે એક્ટીવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેમના ઘરની પાસે ચક્કર આવતા એક્ટીવા પરથી નીચે પડી ગયા હતા જેને લઈને તેમને ઇજા થવા પામી હતી.

તેમને માથાના ભાગે ઇજા થતાં તે બેભાન થઈ ગયા હતા જેને લઈને તેમને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. સારવાર બાદ તબીબે કાંતાબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા. જોકે આ બાબતે તબીબો દ્વારા ડોનેટ લાઈફની ટીમને જાણકારી આપવામાં આવતા આ ટિમ હોસ્પિટલ ખાતે પોહચી હતી અને પરિવારના સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.

કાંતાબેનના પતિ દુર્લભજીભાઈ અને પુત્ર નરેશભાઈ ખબર હતી કે કાંતાબેન ધાર્મિક વૃતિના હતા અને સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. તેમણે વાંચનનો ખુબ જ શોખ હતો. તેઓ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા. નરેશ ભાઈના પિતરાઈ ભાઈની બંને કિડની 2009માં ખરાબ થઇ ગઈ હતી અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ 2010માં થયું હતું. દરમિયાન કાંતાબેન દ્વારા એક કિડની આપી હતી. ટ્રાન્સપ્લાન્ટના નવ વર્ષ પછી ફેબ્રુઆરી 2019માં ન્યુમોનિયા થવાને કારણે 42 વર્ષની વયે મૃત્યુ થયું હતું. આથી કિડની નિષ્ફળતાની પીડા શું હોય છે તે અમે સારી રીતે જાણીએ છીએ.

જેને લઈને પરિવાર અંગ દાન માટે ત્યાર થતા અમદાવાદની IKDRC ડોક્ટરની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આમ મરતા-મરતા કાંતાબેન દ્વારા અંગ દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે.
First published: November 14, 2019, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading