સુરતમાં રોગચાળાએ માથું ઊચક્યું, દસ દિવસમાં કુલ સાત લોકોનાં મોત

સુરત શહેરમાં ઝાડા ઉલટીના અને તાવ કેસો માં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ પાણી જન્ય રોગચાળાથી એક પછી એકના મોત થઇ રહ્યા છે.

News18 Gujarati
Updated: August 13, 2019, 3:48 PM IST
સુરતમાં રોગચાળાએ માથું ઊચક્યું, દસ દિવસમાં કુલ સાત લોકોનાં મોત
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: August 13, 2019, 3:48 PM IST
કિર્તેશ પટેલ, સુરતઃ સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. ઝાડા ઉલ્ટી, તાવ, વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ, સ્મીમેર હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે. રવિવારે ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને લીધે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

સુરત શહેરમાં ઝાડા ઉલટીના અને તાવ કેસો માં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ પાણી જન્ય રોગચાળાથી એક પછી એકના મોત થઇ રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં સુરતમાં 7 લોકોનાં મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ છે. જેમાં તાજેતરમાંમાં ડિંડોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય મહિલા ગાયત્રીબેન ગૌતમનું મોત થયું છે. મહિલાને કમળો થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે મેધરાજાના વિરામ બાદ શહેરમાં મચ્છર જન્ય રોગે માથું ઉચક્યું છે.

ત્યારે ત્યારે તંત્ર પણ મોડે મોડે હરકતમાં આવીને દવા ચટકાવાની કામગીરી શરુ કરી છે. તેમજ ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા તાપી નદીમાં ફલડ ગેટ બંધ કરતા કાદર શાહની નાલ અને વેડ પંડોળ વિસ્તારમાં બે દિવસથી ગટરના પાણી ભરાયા હતા. જોકે આ ગટરના પાણીથી રોગચાળો પણ ફાટે તે માટે વહીવટી તંત્ર દ્વારા મેડિકલ મોબાઈલ વાન સુવિધા આપીને તમામના રિપોર્ટ કરી ચકાચાની હાથ ધરાઈ રહી છે.

સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ઝાડા ઊલટીના દર્દી જૂન 69, જુલાઇ 107, ઓગસ્ટ 37 કેશ નોંધાય છે. બીજી બાજુ ગયા વર્ષ કરતા આ વર્ષએ ઝાડા ઊલટીના ઓછા કેશ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જણાવમાં આવ્યું છે.

સુરત શહેરમાં એક બાળક સહિત બે વ્યક્તિના ઝાડા ઉલ્ટી બાદ મોત થતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ડિંડોલીમાં ત્રણથી રોગચાળાની લપેટમાં મોત નીપજતા આરોગ્ય વિભાગ ઉંઘતું ઝડપાયું છે. સમગ્ર ઘટના અંગે માનપના અધિકારીઓને જાણ થતાં આરોગ્ય અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વિસ્તારમાં સફાઈ કરી દવા છટવાની કામગીરી હાથ ધરી હતી.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...