સુરત : સ્મીમેર હોસ્પિટલમાં માર્શલોની દાદાગીરી, RMO સાથે બોલાચાલી કરી રહેલા કર્મીને ઢોર મારમારી અધમૂવો કરી દીધો

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં માર્શલોની દાદાગીરી, RMO સાથે બોલાચાલી કરી રહેલા કર્મીને ઢોર મારમારી અધમૂવો કરી દીધો
ફાઈલ ફોટો

રજનીકાંતને સ્મીમેર હોસ્પિટલની અંદર ઢસડીને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને તેને વધારે ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

  • Share this:
સુરત : સ્મીમેર હોસ્પીટલમાં અગાઉ ફરજ બજાવતા કર્મચારીની બદલી થયા બાદ આજે સવારે તે પોતાના સીએલ કાર્ડ પર આર.એમ.ઓની સહી કરાવવા માટે આવ્યો હતો. પરંતુ ફરજ પર હાજર ત્રણ આર.એમ.ઓ એ એકબીજાને ખો આપી કર્મચારીને ધક્કે ચઢાવ્યો હતો. જેથી કર્મચારી ઉશ્કેરાતા તેણે ઉગ્ર બોલાચાલી કરી હતી. આર.એમ.ઓ સાથેની બોલાચાલીના કારણે ત્યાં ફરજ પર હાજર માર્શલો દોડી આવ્યા હતા અને કર્મચારીને પકડી ઢોર માર મારી અધમુઓ કરી નાખ્યો હતો. જેથી સ્મીમેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના આરએમઓ ઓફિસની બહાર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અનેકવાર વિવાદના કારણે ઘેરાયેલી રહે છે. ત્યારે ફરી એકવાર આજે સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં સપડાય છે. સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા એક કર્મચારીની માર્શાલોએ સરેઆમ ધોલાઇ કરતા આખરે વિવાદ વકર્યો છે. વાત કંઈ કહેવું છે કે અગાઉ સ્મીમેર હોસ્પિટલમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા રજનીકાંત સકસેના નામના કર્મચારી અગાઉ અનેકવાર વિવાદમાં સપડાયા છે.હોસ્પિટલની દવા બારી પર તેઓ ફરજ બજાવતા હતા પરંતુ સમય પર ફરજ બજાવતા ન હોવાને કારણે અગાઉ બે થી ત્રણ વાર તેમને સ્મીમેરનાં આર.એમ.ઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તે સુધર્યો નહોતો જેથી આખરે સ્મીમેર હોસ્પિટલમાંથી તેની બદલી કરવામાં આવી હતી તેની બદલી થયા બાદ આજે રજનીકાંત નામનો કર્મચારી તેના સીએલ કાર્ડ પર સહી કરાવવા માટે સ્મીમેર ગયો હતો. જોકે સીએલ કાર્ડ પર આર.એમ.ઓ ની સહી કરાવવી ફરજીયાત હોવાના કારણે તે આર.એમ.ઓ પાસે ગયો હતો.

આ પણ વાંચોસુરતમાં Corona વકર્યો, highest આજે 239 લોકો Coronaની ઝપેટમાં, કતારગામ-વરાછામાં ભય

આ સમયે ફરજ પર હાજર આર.એમ.ઓ નરેશ રાણા તથા આર.એમ.ઓ દિનેશ કોન્ટ્રાક્ટર હતા અને સાથે સંદીપ ગુપ્તા પૈકી કોઈએ પણ સહી કરી આપવાના બદલે એકબીજા પર ખો આપતા રજનીકાંત અટવાયો હતો. જેથી આખરે કર્મચારી રજનીકાંત અકળાયો હતો જેના કારણે તેની બોલાચાલી આર.એમ.ઓ સાથે થઇ હતી. આ સમયે ફરજ પર હાજર માર્શલના જવાનો આવી પહોંચ્યા હતા અને રજનીકાંતને પકડી ઢોર માર માર્યો હતો.

એટલું જ નહીં રજનીકાંતને સ્મીમેર હોસ્પિટલની અંદર ઢસડીને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને તેને વધારે ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ વાતને પગલે સ્મીમેરમાં કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
Published by:News18 Gujarati
First published:July 02, 2020, 23:18 pm

ટૉપ ન્યૂઝ