સુરત : મધરાત્રે તરૂણીનું મોંઢુ દબાવી પાડોશી યુવાન નવા બનતા મકાનમાં ખેંચી ગયો, બૂમાબૂમ થઈ અને...

સુરત : મધરાત્રે તરૂણીનું મોંઢુ દબાવી પાડોશી યુવાન નવા બનતા મકાનમાં ખેંચી ગયો, બૂમાબૂમ થઈ અને...
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઈને સાંજ થતા કર્ફ્યુ લગાવામાં આવ્યો છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક તરૂણી ઘરની બહાર ટોઇલેટમાં બાથરૂમ માટે ગયેલી 16 વર્ષીય તરૂણીનું મોઢું દબાવી સોસાયટીનો યુવાન નવા બંધાતા મકાનમાં લઇ ગયો હતો. જોકે, તરૂણીએ બુમાબુમ કરતા તેના માતાપિતા દોડી આવ્યા હતા અને તેને પકડી લીધો. પરંતુ યુવાન તરૂણીના પિતા ઉપર હુમલો કરી ફરાર થઇ ગયો હતો.

કોરોના વાઇરસને લઇને રાત પડતા કર્ફ્યુ લાગી જાયછે ત્યારે લોકોની અવર જવર નહીં હોવાને લઇને એક યુવાન દ્વારા તરૂણી સાથે ખરાબ ઇરાદે તેનું અપહરણ કરવામાં આવ્યુ હતું, પણ તરૂણીએ બૂમાબુમ કરતા તરૂણીનો બચાવ થયો હતો.મૂળ ઉત્તરપ્રદેશના અને સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવીની 16 વર્ષીય પુત્રી ધો.11 કોમર્સમાં અભ્યાસ કરે છે, ગતરોજ રાત્રે તરૂણી ઘરની બહાર ટોઇલેટમાં બાથરૂમ માટે ગઈ હતી. તે મસયે અગાઉથી જ ત્યાં છુપાયેલા તેમજ તરૂણીની જ સોસાયટીમાં પાછળની ગલીમાં રહેતા 26 વર્ષીય શૈલેન્દ્ર ગંગારામ પ્રજાપતિએ તેનો હાથ પકડી મોઢું દબાવી દીધું હતું.

જોકે તરૂણીએ આ ઘટના બનતા બુમૂબુમ કરવા લાગી હતી, જેને લઈને શૈલેન્દ્ર તેને મકાનની બાજુમાં નવા બંધાતા મકાનમાં અંધારામાં લઇ ગયો હતો. જોકે તરૂણીને આભાસ આવી ગયો હતો કે, આ યુવાન તેની સાથે કોઈ અનિચ્છનીય કૂટી કરે તે પહેલા પોતાનો જીવ બચવા માટે તેણે જોર જોરથી બુમાબુમ કરતા તરૂણીના માતા-પિતા ત્યાં દોડી આવ્યા હતા.

પિતાએ પોતાની પુત્રીને પકડેલી જોઈને માતા-પિતાએ આ યુવાનને પકડી પાડી તાત્કાલિક પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. જોકે પોલીસ આવે તે પહેલા આ યુવાન તરૂની માતા પિતા પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જેને લઇને તરૂણીના પિતા દ્વારા આ યુવક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by:News18 Gujarati
First published:June 02, 2020, 18:07 pm

ટૉપ ન્યૂઝ