Home /News /south-gujarat /

વલસાડ : નરાધમે હદ કરી, 'ચલ ચોકલેટ આપુ કહી 8 વર્ષની માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય'

વલસાડ : નરાધમે હદ કરી, 'ચલ ચોકલેટ આપુ કહી 8 વર્ષની માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય'

વલસાડ - બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

એકલતાનો લાભ લઇ માસૂમ બાળકી સાથે દુષ્કૃત્ય આચર્યુ હતું. બાળકી લોહી લુહાણ હાલતમાં ઘરે પહોંચતા પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી

    વલસાડ : રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે. આ વખતે ઉમરગામના સરીગામમાં 8 વર્ષની બાળકીને ચોકલેટ આપી ઘરમાં બોલાવી નરાધમે પાડોશીએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીડિતાની માતાની ફરિયાદના આધારે ભીલાડ પોલીસે જાવેદ ખાન નામના આરોપીની ધરપકડ કરી લીધી છે.

    ઘટનાની વિગતે વાત કરીએ તો ઉમરગામના ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં સરીગામ વિસ્તારમાં રહેતી એક 8 વર્ષીય બાળકી બુધવારના રોજ સવારે બીમાર મામાના ઘરે રોટલી આપવા ગઇ હતી. જ્યાંથી પરત ફરતી વખતે જાવેદ ખાન નામના નરાધમે ચોકલેટ આપવાની લાલચ આપી બાળકીને ઘરમાં બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેની ફરિયાદ પીડિતાની માતાએ ભીલાડ પોલીસ મથકમાં કરતા આરોપી નરાધમને પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    વિગતે ઘટનાની વાત કરીએ તો, સરીગામના અદ્યોગિક વસ્તી ધરાવતા ગીચ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની 8 વર્ષની બાળકી સવારે નજીકમાં ચાલીમાં રહેતા બીમાર મામાને રોટલી આપવા ઘરેથી નીકળી હતી. મામાને રોટલી આપી પરત ઘર જતી વખતે બાળકીને મામાની ચાલીની બાજુમાં રહેતો 25 વર્ષીય જાવેદ નરુલ ખાને ચોકલેટ આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી હતી. રૂમની અંદર નરાધમ જાવેદ ખાનએ એકલતાનો લાભ લઇ માસૂમ બાળકી સાથે દુષ્કૃત્ય આચર્યુ હતું. બાળકી લોહી લુહાણ હાલતમાં ઘરે પહોંચતા પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી.

    આ પણ વાંચોઅમદાવાદ : વ્યવસાયમાં વ્યસ્ત માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, આયાએ ગોઠવી ખતરનાક માયા, ફૂટ્યો ભાંડો

    સમગ્ર ઘટના અંગે બાળકીએ માતાને આપવીતી સંભળાવતા તેની માતાએ તાત્કાલિક આ અંગે ભીલાડ પોલીસ મથકમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભીલાડ પોલીસે આરોપી જાવેદ વિરુદ્ધ પોકસો એકટ મુજબનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કસ્ટડીમાં ધકેલી દીધો હતો. જ્યારે લોહીલુહાણ હાલતમાં બાળકીને પ્રાથમિક તપાસ માટે ભીલાડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે તે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

    આ પણ વાંચોચેતવણી! મોબાઈલ પર વાત કરતા-કરતા યુવક 120 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો, ઘટનાસ્થળે જ મોત

    ઉલ્લેખનીય છે કે, વાપી, ભીલાડ, સરીગામ, ઉમરગામમાં આવેલ સ્લમ વિસ્તારમાં અવારનવાર બાળકો સાથે દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. થોડા માસ અગાઉ જ ઘરમાં એકલી વાપીની સગીરા સાથે દુષ્કર્મ આચરી આરોપી તેને પંખાથી લટકાવી ફરાર થઇ ગયો હતો. જેમાં સગીરાના માતા-પિતા કંપનીમાં કામ કરતા હોય એકલતાનો લાભ લઇ આરોપીએ ઘટનાને અંજામ આપી હતી. આ બનાવમાં પણ બાળકીને મામાના ઘરે મોકલતા નરાધમને ઘટનાને અંજામ આપવા મોકો મળ્યો હતો. આવા બનાવોમાં બાળકો ઉપર ધ્યાન ન આપી તેમને એકલામાં છોડી દેતા વાલીઓની જરાક ભૂલના કારણે તેઓનો ભોગ લેવાય છે.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन