Home /News /south-gujarat /

બળાત્કાર, જીએસટી મુદ્દે અમિત ચાવડાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

બળાત્કાર, જીએસટી મુદ્દે અમિત ચાવડાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

    સુરત ખાતે અસંગઠિત શ્રમિકો માટેનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ દરમ્યાન અમદાવાદમાં બનેલી ગેંગ રેપની ઘટના મામલે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં લોએન ઓડરની પરિસ્થિથી કથળી રહી છે અને ભાજપના રાજમાં પોલીસ બળાત્કારની પીડિતાને પણ દબાવી તેમના નિવેદન નોંધવા ધ્યાન આપતી નથી જોકે જે રીતે ગુજરાતમાં બળાત્કાર મામલે આગામી દિવસમાં કોગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

    શ્રમિકોને પડતી મુશ્કેલીઓ અને મળવાપાત્ર લાભોને લઈ ગુજરાત અખિલ ભારતીય અસંગઠિત કોંગ્રેસ સંઘની રચના કોંગ્રેસ પ્રદેશ દ્વારા કરવામાં આવી છે. જેમાં અસંગઠિત શ્રમિકો માટેનું એક સંમેલન સુરત ખાતે આજ રોજ યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

    સંમેલનમાં દક્ષિણ ગુજરાતના અસંગઠિત શ્રમિકોની મોટી હાજરી જોવા મળી હતી. સંમેલનમાં હાજર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે અમદાવાદમાં થયેલી નિર્ભયકાંડ મામલે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી હતી. આ સાથે જીએસટીના કાયદાને લઈ તેમણે નિવેદન આપ્યું કે, નોટબંધી અને જીએસટીના કાયદાનો તઘલખી નિર્ણય લઈ મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકશાન પોહચાડયું છે.

    આ કાર્યક્રમમાં હાજર ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતસિંહ ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અસંગઠિત સેત્રના કામદારોના અધિકારોનું રક્ષણ થાય અને સરકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ. કોંગ્રેસના શાસનમાં કામદારો માટે અનેક યોજનાઓ અને કાયદાઓ બનાવવામાં આવ્યા. કામદારોને આ તમામ મૂળભૂત અધિકારો અપાવવામાં ભારતીય જનતા પાર્ટી સાવ નિષ્ફળ ગઈ છે. જેને લઈ કામદારોને પોતાનો અધિકાર અપાવવા આવનારા દિવસોમાં કોંગ્રેસ અને કાર્યકરો આ માટે કામ કરશે.

    અમીતસિંહ ચાવડાએ ભાજપ સામે પ્રહાર કરતા જણાવ્યું કે,ભારતીય જનતા પાર્ટી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર અને માસુમ બાળાઓ પર બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે. આજે ભાજપની સરકાર મહિલાઓને સન્માન અને સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જીએસટીના કાયદાને આજે એક વર્ષ પૂરો થયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલ આ કાયદા અંગે પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, નોટબંધી અને ત્યારબાદ જીએસટીના કાયદાએ દેશની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડ્યું છે. આજે નાનાથી લઈ મોટા વેપારીઓ જીએસટીના અટપટા કાયદાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી દેશ આર્થિક પાયમાલી તરફ આગળ વધી રહ્યો છે. જીએસટીના કાયદાને લઈ વેપારી વર્ગને ખૂબ મોટું નુકસાન થયું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Against BJP, Amit Chawda, Statement, કોંગ્રેસ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन