સુરતીઓ સાવધાન! coronaના ખતરા વચ્ચે હોમ ક્વોરન્ટીન કરેલો યુવક વતન ભાગી ગયો, થઈ પોલીસ ફરિયાદ


Updated: September 28, 2020, 3:34 PM IST
સુરતીઓ સાવધાન!  coronaના ખતરા વચ્ચે હોમ ક્વોરન્ટીન કરેલો યુવક વતન ભાગી ગયો, થઈ પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાવે એ માટે ગત 24 તારીખથી 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન રહેવા પાલિકાઍ તાકીદ કરી હતી. તેમ છતાં યુવાન વતન અમરેલી ચાલ્યો જતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

  • Share this:
સુરતઃ સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસનો (coronavirus) કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને ડામવા માટે સુરત (surat) તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. શહેર અને જિલ્લામાં દરરોજ હજારો રેપિડ ટેસ્ટ (Rapid test) કરવામાં આવી રહ્યા છે. સરથાણા સીમાડા ગામ વિસ્તારમાં રહેતો યુવાન રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ (corona positive) જાહેર થયો હતો. કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાવે એ માટે ગત 24 તારીખથી 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન (Home quarantine) રહેવા પાલિકાઍ તાકીદ કરી હતી. તેમ છતાં યુવાન વતન અમરેલી ચાલ્યો જતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલીના ડમરાણા ગામના વતની અને હાલમાં સીમાડા ગામ ક્રિષ્ણા રેસિડન્સીમાં 31 વર્ષીય પરેશ કનુભાઇ કોરાટે ગત 24મી ના રોજ વસ્તાદેવડી રોડ સ્થિત કિરણ હોસ્પિટલમાં કોરોનનો રેપિડ ઍન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પરેશનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તે સંક્રમણ ન ફેલાવે તે માટે તેમને 24 તારીખથી 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન રહેવા તાકીદ કરી હતી.

દરમિયાન, બીજા દિવસે તેમની કોરોનાની વિગતો જાણવા વરાછા બી ઝોન સીમાડા વોર્ડના આરોગ્ય નિરીક્ષક અશોક નાયકા તેમના ઘરે પહોંચ્યા તો પરેશ ઘરે મળ્યા ન હતા. જે અંગે તેમના પરિવારજનોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પરેશ તો 24મીની રાત્રે જ તેમના વતન ચાલ્યા ગયા હતા.આરોગ્ય વિભાગની તાકીદ છતાં હોમ ક્વોરન્ટીનનો ભંગ કરનાર પરેશ વિરુદ્ધ આરોગ્ય નિરીક્ષક અશોક નાયકાઍ ગત રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાન ફરી આવ્યો વિવાદમાં, માચીસ મામલે MBBSના બે વિદ્યાર્થીઓને માર્યો માર, થઈ ફરિયાદ

સુરત મનપા દ્વારા આગાઉ પણ ચારથી વધુ લોકો સામે ક્વોરન્ટીન ભંગ કરી લોકોના જીવને જોખમમાં મુકવાનો ગુન્હો દાખલ કરાવ્યો હતો. પોઝિટિવ આવેલા દર્દિઓ અંગે મનપા દ્વારા ડે ટું ડે ફોલોઅપ લેવામાં આવે છે. જેથીજ હોમ ક્વોરન્ટીન ભંગ કરનાર લોકોએ સુધરીને મનપાને સહકાર આપવો જોઇએ. ઉલ્લેખનીય છે કે રવિવારે વધુ 269 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન નજીક મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી દંડ વસૂલ્યોઆ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

સુરતમાં 160 જયારે ગ્રામીણ વિસ્તારમાં 109 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 28258 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 914 પર પહોંચ્યો છે, તેવામાં આજે 305 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, રવિવારે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 269 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 160 કેસ નોધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 20967 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 109 કેસ સાથે દર્દી સંખ્યા 7291 પર પહોંચી છે.


કુલ દર્દી સંખ્યા 27989 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 914 થયો છે. જેમાંથી 244 મૃત્યુ જિલ્લાના છે અને 670 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 183 જ્યારે જિલ્લામાં આજે 122 દર્દીને રજા આપતા, કુલ 305 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 24855 જેમાં શહેર વિસ્તરમાં 18864 જયારે ગ્રામીય વિસ્તારના 5991 દર્દી છે.
Published by: ankit patel
First published: September 28, 2020, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading