Home /News /south-gujarat /

પુત્રીઓને અમેરિકાના યુવકો સાથે લગ્ન કરાવાના અભરખા રાખતા માતા-પિતા સાવધાન, વાંચો સુરતની યુવતીનો કડવો અનુભવ

પુત્રીઓને અમેરિકાના યુવકો સાથે લગ્ન કરાવાના અભરખા રાખતા માતા-પિતા સાવધાન, વાંચો સુરતની યુવતીનો કડવો અનુભવ

પ્રતિકાત્મક તસવીર

Surat Crime News: અમેરિકા રહેતા યુવાન સાથે લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા યુવતી પાસે 50 લાખ રૂપિયાની માંગણી (50 lakh dowry) કરી હતી.

સુરતઃ પોતાની પુત્રીઓને (Daughters) અમેરિકા લગ્ન (America Marriage) કરાવતા પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમેરિકા રહેતા યુવાન સાથે લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા યુવતી પાસે 50 લાખ રૂપિયાની માંગણી (50 lakh dowry) કરી હતી. જોકે, યુવતીએ પૈસા ન આપતા અમેરિકન પતિ-પત્ની અમેરિકા બોલાવવા માટેની ફાઈલ કેન્સલ કરાવતા પરિણીતાએ આ મામલે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં (surat mahila police station) ફરિયાદ નોંધાવી હતી.

સુરતની મહિલા પોલીસ મથકમાં એક એવી ફરિયાદ નોંધાઈ છે તે સાંભળીને અમેરિકા પોતાની દીકરીઓને લગ્ન કરાવતા પરિવાર એક સમય માટે વિચારવાની જરૂર છે સુરતના પીપલોદ પ્રગતિનગરના પ્રસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતી 26 વર્ષીય મૈત્રીબેનના લગ્ન જહાંગીરપુરા ઇચ્છાનાથ સોસાયટીમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા કંદર્પ કુમાર જગદીશ મિસ્ત્રી સાથે ફેબ્રુઆરી-2020માં થયા હતા.

લગ્ન બાદ આંદામાનમાં હનીમૂન  મનાવ્યા બાદ મૈત્રીબેનને સુરત મૂકી કંદર્પ માતા હેમાક્ષીબેન અને પિતા જગદીશભાઇ ઠાકોર સાથે પરત અમેરિકા જતો રહ્યો હતો. થોડાક જ સમયમાં મૈત્રીને પણ અમેરિકા બોલાવી લેવા માટેની ફાઇલ મૂકશે તેવું કહ્યું હતું.

આ પણ વાંચોઃ-Surat: અમરોલી BRTS બસ સ્ટેન્ડની રેલિંગમાં ત્રણ વર્ષના બાળકનું માથું ફસાયું, ભારે જહેમત બાદ બહાર કઢાયું

જહાંગીરપુરામાં વયોવૃદ્ધ કાકાસસરા કલ્પેશ ઠાકોર અને કાકીસાસુ ભાવનાબેન એકલા રહેતાં હોઇ દર અઠવાડિયે મૈત્રીબેન તેમની ખબર કાઢવા જતા અમેરિકા ગયેલો પતિ એક વર્ષ સુધી સુરત આવ્યો ન હતો. મેરેજ એનિવર્સરીએ સુરત આવેલો પતિ થોડાક દિવસ માટે દુબઇ ફરવા લઇ જઇ પરત સુરત મૂકી ગયો હતો.

આ પણ વાંચોઃ-રજાની મજા બની મોતની સજા! સુરતના ડુમસ બીચમાં 17 વર્ષીય સગીરાનું ડુબી જતાં મોત, પરિવારમાં આક્રંદ

અમેરિકા પરત જતાં જ પતિ અને સાસુ-સસરાએ પચાસ લાખ લઇ આવવા દબાણ શરૂ કર્યું હતું. સુરતમાં રહેતા કાકાસસરા અને કાકીસાસુએ પણ તેમાં મદદગારી કરી હતી. બે વર્ષ સુધી પરણીને અમેરિકા લઇ જવાને બદલે અમેરિકા બોલાવવા માટે જે ફાઇલ મૂકી હતી.

તે પણ કેન્સલ કરી દેતાં આ પરિણીતા રણચંડી બની હતી અને પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યારનો આધુનિક યુગ કહેવાય છે. પરંતુ અત્યારના કહેવાતા આધુનિક યુગમાં પણ જૂનવાણી વિચારધારા ધરાવતી પ્રથાઓ હજીપણ અસ્તીત્વ ધરાવે છે. શિક્ષણનું સ્તર ઉંચું આવવા છતાં પણ દહેજ પ્રથા જેવા કૂરિવાજો પણ ઓછા થયા નથી. અને આવા રિવાજોના કારણને ગુજરાતમાં અનેક પરિણીતાઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવતા હોય છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર