Home /News /south-gujarat /

Surat News: રૂ.50 માટે કારીગરે પોતાના જ માલિકને લૂંટી લીધો, પોલીસે દબોચ્યા બાદ આરોપી નીકળ્યો ખુની

Surat News: રૂ.50 માટે કારીગરે પોતાના જ માલિકને લૂંટી લીધો, પોલીસે દબોચ્યા બાદ આરોપી નીકળ્યો ખુની

આરોપી સમીર ઉર્ફ બમ્બૈયા હત્યા અને લૂંટ સહિત 7 ગુનામાં સંડોવાયેલો છે

ચપ્પુ અણીએ રૂપિયા 48 હજાર ની લૂંટ કરનાર 3 લોકોને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી તેના વિરુદ્ધ પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

સુરત (Surat Crime News)માં થોડા દિવસ પહેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતાં કારીગરે પોતાના માલિક પાસે 50 રૂપિયા માંગ્યા હતા. જોકે કારીગરને માલિકે રૂપિયા આપવાની ના પાડતા જ આ કારીગરે પોતાના મિત્રોને બોલાવી પોતાના માલિક સાથે 48 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરતમાં પોલીસની નિષ્ક્રિયતાના પગલે હવે આરોપીઓમાં કોઈપણ જાતની બીક નથી રહી. જેને લઇને સામાન્ય બાબતમાં ઝઘડો કરવો અને લોકોને લૂંટી લેવાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતાની સાથે ચકચાર મચી જવા પામી હતી. મૂળ અમરોલીમાં રહેતા શૈલેશ રામજી ગામી એમ્બ્રોઈડરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પુણા ગામમાં કુબેરનગરમાં માનસરોવર સ્કૂલ પાસે તેમનું ખાતું છે તેમના ખાતામાં કામ કરતો સમીર ઉર્ફ બમ્બૈયો આવ્યો હતો અને કારખાનાના માલિક પાસે રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જેને લઇને કારખાનાના માલિકે પચાસ રૂપિયા આપવાની ના પાડતાની સાથે તેણે હુમલો કર્યો હતો અને પોતાના બે મિત્રો રવિ ગોહિલ અને મહેશ ઉર્ફ પપીયાની સાથે મળી માલિકને લૂંટી લીધો હતો.

આ પણ વાંચો- સુરતમાં માતા - દીકરી પર rape with Murder કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદ

ત્રણેય જણાએ ફરીથી તેમની પાસે આવીને માર મારીને સમીરે મોટો છરો શૈલેશ ગામીના પેટે મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે સોનુસિંગ ઠાકુરને પણ ધમકી આપી હતી. બાદમાં આરોપીઓ શૈલેશ પાસેથી રૂ.48 હજાર લૂંટીને નાસી ગયા હતા. શૈલેશ તત્કાલિક પુણા પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. બનાવવાળી જગ્યાએ તપાસ કરતા ત્યાં સીસીટીવી કેમેરામાં ઘટના દેખાતી હતી.

આ પણ વાંચો- Surat News: સુરત મહાનગર પાલિકાની મોટી ભૂલ, શૌચાલયમાં ભગવાન ગણપતિનું ચિત્ર બનાવાતા હોબાળો

જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં જ આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડી લૂંટના તમામ રૂપિયા કબ્જે કર્યા હતા. જોકે પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓને આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસને જાણકારી મળી હતી તમામ આરોપી રીઢા ગુનેગારો છે. તેમાં આરોપી સમીર ઉર્ફ બમ્બૈયા હત્યા અને લૂંટ સહિત 7 ગુનામાં સંડોવાયેલો છે. આરોપી રવિ મારામારી-ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને મહેશ મારામારી જેવા ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Amroli police, Gujarati news, Surat crime Surat News, Surat news, ગુજરાતી સમાચાર, સુરત સમાચાર

આગામી સમાચાર