Home /News /south-gujarat /

સુરતઃ વેપારી પાસેથી કરોડોના શેર, ઓફિસ અને BMW ગાડી પડાવી લેવા માથાભારે અલ્તાફ પટેલ ગેંગે આપી ધમકી

સુરતઃ વેપારી પાસેથી કરોડોના શેર, ઓફિસ અને BMW ગાડી પડાવી લેવા માથાભારે અલ્તાફ પટેલ ગેંગે આપી ધમકી

પ્રતિકાત્મક તસવીર

આરોપીઓઍ કંપનીના પૈસા, કંપનીની મિલકત, બીઍમડબલ્યુ ગાડી, તેમજ મેટઍશીયા કંપનીના શેર ટ્રાન્સફર કરવા માટે ધમકી આપી હતી. અને નહી આપે તો તમને જવા દઈશું નહી મર્ડર કરી નાંખીશું તેવી ધમકી આપી હતી.

સુરતઃ શહેરમાં ધમકીઓ આપીને જમીન પચાવી પાડવી સહિતની અનેક ઘટનાઓ બનતી રહે છે. સુરતમાં (surat criem update) અસામાજિક તત્વોની અલગ અલગ ગેંગો પણ સામાન્ય લોકો માટે માથાનો દુઃખાવા સમાન બની ગઈ છે. સુરતમાં આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ન્યુ રાંદેર રોડ વિસ્તારમાં રહેતા અને મજુરાગેટ આઈટીસી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા સ્ક્રેપ્ટના વેપારી પાસેથી ૧.૩૫ કરોડના શેર, ઓફિસ, બીઍમડબલ્યુ (BMW car) ગાડી બળજબરી પુર્વક પડાવી લેવા માટે તેના ભાગીદાર તેમજ માથાભારે અલ્તાફ પટેલ ગેંગ (Altaf Patel Gang) દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમા નોંધાઈ છે.

સુરતના ન્યું રાંદેર રોડ અલનુર રેસીડેન્સીમાં રહેતા સૈફુલ્લા મોતીવાલા ઉર્ફે સૈફ અલ્તાફ મોતીવાલા (ઉ.વ. ૨૫) મજુરાગેટ આઈટીસી બિલ્ડિંગમાં ભાડાની ઓફિસ રાખી મેટઍશીયા પ્રા.લી કંપનીના સ્ક્રેપ્ટનો વેપાર કરે છે. જયારે તેના પિતા ચોકબજાર સિલ્કડર્મ માર્કેટમાં કાપડનો ધંધો કરે છે. સૈફુલ્લાઍ ૨૦૧૬માં તેના નામપણના મિત્ર ઍતેશામ અસલમ નવીવાલા (રહે, રોયલ રેસીડેન્સી અડાજણ પાટીયા) સાથે સ્ક્રેપ્ટના ધંધામાં ભાગીદારી કરી હતી.

મુંબઈમાં ઓફિસ રાખવાની સાથે કડોદરા બગુમરા ખાતે  વિશાલ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સ્ટોક યાર્ડમાં યુનીટ ભાડે રાખ્યુ હતું કંપનીમાં ઍતેસામ એકાઉન્ડ  અને ફાઈનાસિયલ હિસાબ, સી.ઍનું કામકાજ સંભાળતો હતો. કંપની મેલેશીયા, સીંગાપુર, હોંગકોંગ, ફીલીપાઈન્સ, સાઉથ આફિક્રા, યુ.ઍસ.ઍ માંતી ઍલ્યુમીનીયમ સ્ક્રેપન માલ સ્ટીમર મારફતે કન્ટેનરમાં મંગાવતા હતા અને સુરતમાં જુદી જુદી રીસાયક્લીંગ મેન્યુફેક્ચર યુનીટને વેચાણ કરતા હતા અને વધેલા સ્ટોક બગુમરાના સ્ટોકયાર્ડમાં રાખતા હતા.

આ પણ વાંચોઃ-઼

કંપનીમાં સૈફુલ્લા અને તેના ભાઈ સુહેલ ૬૫ ટકા શેર હોલ્ડર હતા અને ઍતેસામ અસ્લમ ૩૫ ટકા હતા. ઍતેસામ અને તેના પિતા બેગમપુરા નવાબવાડી રોડ મિલન ઍમ્પાયરમાં મોલિન ઍક્ષ્પોર્ટ, મિલન સિલ્ક મિલ્સના નામે કાપડનો ધંધો કરતા હતા.દરમિયાન સ્કેપ્ટના ધંધા માટે સન ૨૦૧૮માં આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી ૧.૫૦ કરોડની સીસી લોન લીધી હતી. જેમાં ઍતેસામે બે ફ્લેટ અને ઓફિસ મોર્ગેજમાં મુકી હતી.

આ લોન ટેકઓવર કરવા માટે કંપનની દ્વારા બેન્ક ઓફ બરોડામાંથી રૂપિયા ૧૨.૫૦ કરોડની લોન લીધી હતી જેમાં સૈફુલ્લા અને ઍતેસામે બંને કંપનીની મિલ્કત મોર્ગેજમાં મુકી હતી., આઈસીઆઈસીઆઈ બેન્કની લોન ભરપાઈ કરી  બાકીના ૫૦ લાખ કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયા ઍતેસામે બારોબાર તેની તેની મેલિન ઍક્ષ્પોર્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચોઃ-

દરમિયાન ગત તા ૨૧મી માર્ચના રોજ સૈફુલ્લા અને સુલેહને ફોન કરી અડાજણ પાટીયા હબ ટાઉન કોમ્પ્લેક્ષમાં આવેલી ઍમ.કે.અએન્ડ  કંપનીની ઓફિસમાં બોલાવ્યા હતા. ત્યાં ઍતેશાન. તેના પિતા અસલમ, અસ્ફાક નવીવાલા, ઈલ્યાસ કાપડીયા સહિત અન્ય ચારેક અજાણ્યાઓ હતા. આરોપીઓઍ કંપનીના પૈસા, કંપનીની મિલકત, બીઍમડબલ્યુ ગાડી, તેમજ મેટઍશીયા કંપનીના શેર ટ્રાન્સફર કરવા માટે ધમકી આપી હતી. અને નહી આપે તો તમને જવા દઈશું નહી મર્ડર કરી નાંખીશું તેવી ધમકી આપી હતી.ત્યારબાદ ૨૯મી મેના રોજ અડાજણ દિવાળીબાગ સોસાયટી પાસે આવેલ ઝેનબ મેમોરીયલ હોસ્પિટલના ટ્રસ્ટી તુફેલ નુરાની ઓફિસમાં બેઠા હતા તે વખતે પણ ઈસ્યાસ કાપડીયા સાગરીતો સાથે આવી કોલર પકડી બેન્કમાં કેમ ગયા હતા હોવાનું કહી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સુરત રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ -૪ પાછળ પાકિંગમાં આવેલ અલ્તાફ પટેલની ઓફિસમાં બોલાવ્યો હતા અલ્તાફ, વિપુલ ગાજીપરા, ઈલ્યાસ કાપડીયા, ઍતેશામ દ્વારા ૧.૩૫ કરોડના શેર હોલ્ડર, મિકલક ટ્રાન્સફર કરી દેવા ધમકી આપી હતી. બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચે સૈફુલ્લા મોતીવાલાની ફરિયાદ લઈ તમામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: ગુજરાત, પોલીસ ફરિયાદ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन