સુરતઃ અલીગઢના વૈષ્ણવ પિતા-પુત્રએ રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટના વેપારીને આપી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે કારણ?


Updated: October 28, 2020, 11:54 PM IST
સુરતઃ અલીગઢના વૈષ્ણવ પિતા-પુત્રએ રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટના વેપારીને આપી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે કારણ?
પ્રતિકાત્મક તસવીર

અગ્રવાલ વેપારી પાસેથી અલીગઢના વૈષ્ણવ પિતા-પુત્રઍ કુલ રૂપિયા 17.47 લાખનો જુદી જુદી ક્વોલીટીનો સાડીનો માલ ખરીદ્યો હતો.

  • Share this:
સુરતઃ શહેરના રીંગરોડ રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં બી.આર.સી ફર્મના નામે ધંધો કરતા અગ્રવાલ વેપારી (Agrawal traders) પાસેથી અલીગઢના (Aligarh) વૈષ્ણવ પિતા-પુત્રઍ (Vaishnav father-son) કુલ રૂપિયા 17.47 લાખનો જુદી જુદી ક્વોલીટીનો સાડીનો માલ ખરીદ્યા બાદ નક્કી કરેલા સમય ઉપર પેમેન્ટ નહી ચુકવી ઉપરથી અગ્રવાલે પેમેન્ટ માટે ઉઘરાણી કરતા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી પેમેન્ટ નહી આપી છેતરપિંડી (fraud case) કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ  વેસુ વી. આઈ. પી રોડ શ્યામ મંદિર પાસે કેપીટલ ગ્રીનમાં ઍચ-બિલ્ડિંગમાં ફ્લેટ નં-1માં રહેતા કમલકુમાર બનવારીલાલ અગ્રવાલ (ઉ,વ.42) રીંગરોડ રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન નં-ઍ-3060-67માં બી.આર.સી. ફર્મના નામે સાડીનો ધંધો કરે છે.

કમલકુમાર પાસેથી ગત તા 4થી ડિસેમ્બર 2018થી 1લી જાન્યુઆરી 2019ના સમયગાળામાં અલીગઢ આગ્રા રોડ મદારગેટ પાસે આશીષ સારી કલેકશન ફર્મના માલીક આશીષ મુલચંદ વૈષ્ણવ અને અલીગઢ ગલી ગુલુજી મહાવીરગંજ ખાતે મુકુંદલાલ મુલચંદ ફર્મના નામે ધંધો કરતા મુલચંદ મુકુંદલાલ વૈષ્ણવે સમયસર પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી કુલ રૂપિયા 17,47,982નો જુદી જુદી ક્વોલીટીનો સાડીનો માલ ઉધારમાં ખરીદ્યો હતો.

આ પણ વાંચોઃ-બે ભાઈઓની બેગમાંથી નીકળ્યું એક કરોડ રૂપિયાનું સોનું, પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા

આ પણ વાંચોઃ-લગ્ન બાદ પતિ પત્ની સાથે ન્હોતો બાંધતો શરીર સંબંધ, પત્નીએ આ અંગે પતિને પૂછ્યા બાદ ભારે પસ્તાઈ

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે વિદ્યાર્થિનીઓને ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, પોલીસે બે શિક્ષકોને દબોચી લીધાદરમિયાન નક્કી કરેલા સમય મર્યાદામાં વૈષ્ણવ પિતા-પુત્રઍ પેમેન્ટ નહી ચુકવતા કમલકુમાર અગ્રવાલ દ્વારા ઉઘરાણી માટે ફોન કરતા હતા તે વખતે પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ પસાર કર્યા બાદ કમલકુમાર ઉઘરાણી કરતા તેમની સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તેમજ ફોન અને દુકાન બંધ કરી પેમેન્ટ નહી ચુકવીછેતરપિંડી કરી હતી. પોલીસે કમલકુમારની ફરિયાદ લઈઆશીષ વૈષ્ણવ અને મુલચંદ વૈષ્ણવ સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: October 28, 2020, 11:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading