અમદાવાદ: ટ્રાફિક નિયમ તોડતા પહેલા સાવધાન, ટ્રાફિક પોલીસે દંડવાનું શરૂ કર્યું, એક દિવસમાં 2.5 લાખ દંડ વસુલાયો

અમદાવાદ: ટ્રાફિક નિયમ તોડતા પહેલા સાવધાન, ટ્રાફિક પોલીસે દંડવાનું શરૂ કર્યું, એક દિવસમાં 2.5 લાખ દંડ વસુલાયો
પ્રતિકાત્મક તસવીર

મહત્વની વાત તો એ પણ છે કે, ટ્રાફિક પોલિસ દ્વારા હવે સ્થળ ઉપર દંડ આપવાનું પણ શરૂઆત થઈ ગઈ છે. કોરોનામાં થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી

  • Share this:
અમદાવાદમાં ટ્રાફિક પોલીસને વધુ આધુનિક બનાવવા અને સરળતાથી કામ થઈ શકે તે હેતુથી અમદાવાદ ટ્રાફિક વિભાગને 65 બુલેટ આપવામાં આવી છે અને જેમાં અલગ-અલગ સિસ્ટમ પણ નાખવામાં આવ્યા છે.

અમદાવાદના રોડ પર દેખાતી નવી બુલેટ સાથે હવે ટ્રાફિક પોલિસ નવા રંગ રૂપમાં જોવા મળશે. આવી કુલ 65 બુલેટ ટ્રાફિક પોલીસને આપવામાં આવી છે, અને જેનાથી કોરોનામાં પણ લોકો ને જાગૃતતા માટે ઉપયોગ કરી શકાશે સાથો સાથ vip મુવમેન્ટમાં પણ પોલીસ ઉપયોગ કરી શકશે. નોંધનીય છે કે, આ બુલેટ માં 30 બુલેટ અમદાવાદ પૂર્વ અને 30 બુલેટ અમદાવાદ પશ્ચિમમાં આપવામાં આવી છે.મહત્વની વાત તો એ પણ છે કે, ટ્રાફિક પોલિસ દ્વારા હવે સ્થળ ઉપર દંડ આપવાનું પણ શરૂઆત થઈ ગઈ છે. કોરોનામાં થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે તે રાબેતામુજબ ચાલુ રહેશે. પોલીસે 1 જુલાઈથી શરૂઆત કરી છે અને પેહલા દિવસે કુલ આશરે 2.5 લાખનો દંડ વસૂલી લેવામાં આવ્યો છે. સાથો સાથ e-મેમો પણ શરૂઆત થઈ ગઈ છે.

નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસ પણ હવે કોરોના સાથે પોતાના કામોમાં લાગી ગયા છે અને ટ્રાફિકની સાથો-સાથ માસ્ક ના પહેરનાર લોકોને દંડ પણ આપી રહી છે, અને લોકોને સાથો સાથ કેટલીક જગ્યા માસ્ક વિતરણ પણ કરી રહી છે.
First published:July 02, 2020, 21:26 pm