Home /News /south-gujarat /

અમદાવાદ : પ્રેમનો કરુણ અંજામ, પરિણીતાનો પતિ નોકરીથી આવ્યો ને પત્ની અને પ્રેમીની લાશ મળી

અમદાવાદ : પ્રેમનો કરુણ અંજામ, પરિણીતાનો પતિ નોકરીથી આવ્યો ને પત્ની અને પ્રેમીની લાશ મળી

મેઘાણીનગર પોલીસ સ્ટેશન

હવે પ્રેમીએ પરિણીતાને લટકાવી દીધા બાદ આપઘાત કર્યો કે પરિણીતાએ આપઘાત કરતા તેના વિરહમાં પ્રેમીએ આપઘાત કર્યો તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ : શહેરના મેઘાણીનગરમાં બે લોકોના આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં એક લાશ પરિણીતાની છે જ્યારે અન્ય એક લાશ તેના પ્રેમી યુવકની હોવાનું સામે આવ્યું છે. હવે પ્રેમીએ પરિણીતાને લટકાવી દીધા બાદ આપઘાત કર્યો કે પરિણીતાએ આપઘાત કરતા તેના વિરહમાં પ્રેમીએ આપઘાત કર્યો તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

મેઘાણીનગરમાં રહેતા 30 વર્ષીય રાજુભાઇ રાઠોડ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2016માં જ્યોતિ નામની યુવતી સાથે રાજુભાઈના લગ્ન થયા અને હાલ તેઓને સંતાનમાં બે પુત્રી છે. આજથી બે વર્ષ પહેલા એમપીના રીંકુ વર્માની બહેનના લગ્ન રાજુભાઇના ગામમાં કરતા રીંકુ ત્યાં મળવા આવતો હતો. તે વખતે રીંકુ અને રાજુભાઇ વચ્ચે ઓળખાણ થતા એકબીજાના ઘરે આવવા જવાના સબન્ધ બંધાયા હતા. બાદમાં રીંકુએ પોતે અમદાવાદ માં રહેતો હોવાનું કહી રાજુભાઇને અમદાવાદ આવવા કહી નોકરી અપાવવાની વાત કરતા રાજુભાઇ અમદાવાદ આવી ગયા હતા અને ચાંગોદરમાં એક ફેકટરીમાં નોકરીએ લાગ્યા હતા. મજૂરી કામ મલ્યા બાદ રાજુભાઇ મોરૈયા રહેવા લાગ્યા અને બાદમાં મેઘાણીનગરમાં મકાન મેળવી ગામડેથી પત્નીને લઈને અહીં રીંકુ અને પત્ની સાથે રહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો - સુરતમાં દયનીય સ્થિતિ : હવે ઉમરા ખાતે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે મૃતકોના ઢગલાનો વિડીયો વાઇરલ

થોડા સમય બાદ રાજુભાઈની પત્નીએ દીકરીને જન્મ આપતા રીંકુ એ તેને મોબાઈલ ગિફ્ટ આપ્યો હતો. પણ બાદમાં તે મજૂરી કામે ન જતા રાજુભાઈને શંકાઓ ઉપજી હતી. જેથી રાજુ ભાઈ એ તપાસ કરતાં તેઓને જાણવા મળ્યું કે રીન્કુ વર્મા રાજુભાઈની પત્ની સાથે આડા સંબંધ ધરાવે છે એટલે રાજુભાઈએ અવારનવાર રીન્કુને પત્ની સાથે આડા સબંધ ન રાખવા માટે સમજાવ્યું હતું. પરંતુ તે માન્ય નહોતો અને રાજુભાઈ એ પત્ની જ્યોતિને પણ રીન્કુ વર્મા સાથે સબંધ ન રાખવા સમજાવી હતી. પરંતુ તેમની પત્નીએ એવું જણાવ્યું હતું કે આ રીન્કુ વર્મા જબરદસ્તીથી સંબંધ રાખવા દબાણ કરે છે અને કહે છે કે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું એટલે તું મારી જોડે સંબંધ નહીં રાખે તો હું મરી જઈશ. આવું કહી જ્યોતિબહેન સાથે જબરદસ્તીથી સંબંધ રાખવા રીંકુ દબાણ કરતો હતો.

જોકે રાજુભાઈને અમદાવાદમાં લાવી નોકરી અપાવનાર રીન્કુ વર્મા હોવાથી તેઓએ તેમની સાથે કોઈ માથાકૂટ કરી ન હતી. પરંતુ અનેક વાર સમજાવવા છતાં પણ રીન્કુ રાજુભાઈ ની વાત નહોતો માન્યો અને રાજુભાઈ ની પત્ની સાથે સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો. જબરદસ્તીથી સંબંધ પણ રાખતો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : અદાણી શાંતિગ્રામમાં મહિલા MD ડોક્ટરે આપઘાત કરતા ચકચાર, પોલીસ દોડતી થઈ

ગત તારીખ 7 એપ્રિલના રોજ રાજુભાઈ ઘરેથી ટિફિન લઈ મજૂરીએ જવા નીકળ્યા હતા. ત્યારે રીન્કુ વર્મા અને તેમની પત્ની તથા બાળકો બધા ઘરે હાજર હતા. ત્યારે તેઓએ તેમની પત્ની જ્યોતિના ફોન ઉપર ફોન કર્યો હતો, જોકે જ્યોતિનો ફોન બંધ આવ્યો હતો. એટલે રાજુભાઈએ રીન્કુને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન પણ બંધ આવતો હતો. રાજુભાઈ મજૂરી કામેથી રાત્રે ઘરે આવ્યા ત્યારે તેમના ઘરની સીડી આગળ ઝાપાને તાળું મારેલું હતું. તેમણે તેમની પત્નિ જ્યોતિના નામની બૂમો પા.ડી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો જેથી તેઓએ તાળું તોડીને અંદર જઈને જોયું તો લાઈટ બંધ હતી અને પંખો ચાલુ હતો અને રીન્કુ પરમાર ની લાશ લાકડામાં ખાટ બાંધવાની પટ્ટીની દોરી વડે લટકતી હતી અને તેમની પત્નિ જ્યોતિ ની લાશ રૂમની ફર્સ ઉપર પડી હતી અને તેના ગળામાં સાડી ભરાવેલી હતી.

જ્યોતિની લાશની બાજુમાં તેની બંને દીકરીઓ સૂતી હતી અને તેને જગાડતા બંને જીવતી હતી. જેથી રાજુભાઈએ બંને લોકોના મોતને લઈને પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને આ રીન્કુ વર્માએ રાજુભાઈની પત્ની સાથે આડા સંબંધ રાખી પ્રેમસંબંધોના નામ આપી તેઓનાં સંબંધ વિશેની જાણ રાજુભાઈને થતા તેઓ અવારનવાર રીન્કુને સમજાવ્યો હતો. છતાંય તે ન માન્યો હતો અને આખરે રીન્કુ વર્માએ ઘરે જ આપઘાત કર્યો હતો. હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે, પરિણીતાએ આપઘાત કર્યો અને રીંકુએ તેના વિરહમાં આપઘાત કર્યો કે પછી રીંકુએ જ્યોતિબહેનને ટૂંપો આપી પોતે આપઘાત કર્યો હશે? અથવા બંને એ એકબીજાની સહમતીથી એક બાદ એક જીવન ટૂંકાવ્યું હશે. આ તમામ દિશાઓમાં પોલીસે તલાશ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Lover Suicide, પતિ-પત્ની

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन