ક્રિકેટ સટ્ટામાં પુત્રએ હારેલા 5 લાખની વસૂલી માટે પિતાને લૂંટી લેવાયા

દોઢ વર્ષ અગાઉ ક્રિકેટ સટ્ટામાં પુત્રએ હારેલા રૂ. 5 લાખની વસૂલી કરવા માટે સુરત કોર્ટમાં આવેલા અમદાવદના ટ્રાવેલ્સ સંચાલકને અપહરણ કરી લૂંટી લેવાયો હતો.

News18 Gujarati
Updated: March 15, 2019, 8:11 AM IST
ક્રિકેટ સટ્ટામાં પુત્રએ હારેલા 5 લાખની વસૂલી માટે પિતાને લૂંટી લેવાયા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 15, 2019, 8:11 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ સામાન્ય રીતે ક્રિકેટ ઉપર કરોડોના સટ્ટા રમાતા હોય છે ત્યારે આવી સટ્ટાબાજીમાં લોકો કરોડો રૂપિયા ગુમાવે છે. સટ્ટાબાજીમાં લોકોને લાખો રૂપિયાના દેવા થાય છે. સટ્ટા રમાડનાર કે જીતનાર એનકેન પ્રકારે પૈસા વસુલતા હોય છે. આવો જ એક વિચિત્ર કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. દોઢ વર્ષ અગાઉ ક્રિકેટ સટ્ટામાં પુત્રએ હારેલા રૂ. 5 લાખની વસૂલી કરવા માટે સુરત કોર્ટમાં આવેલા અમદાવદના ટ્રાવેલ્સ સંચાલકને અપહરણ કરી લૂંટી લેવાયો હતો.મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નવરંગપુરા ખાતેની સીમા સોસાયટીમાં રહેતા ભરતકુમાર રાજમલભાઇ શાહેર આ મામલે ઉમરા પલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ભરતકુમારની ફરિયાદ મુજબ દોઢેક વર્ષ પહેલા તેમનો પુત્ર રૂસીક આિપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટિંગમાં રૂ.5 લાખ હારીગયો હતો. જેની ઉઘરાણી બુકી રિંકેશ સુરેશભાઇ દેસાઇએ શરૂ કરી હતી. જેના પગલે રૂસીક ઘર છોડી દુબાઇ જતો રહ્યો હતો. ત્યારબાદ રિંકેશ અમદાવાદ જઇ તેમની પાસેથી બળજરી પૂર્વક 15 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા છે. તે પેટે ચેક આપ્યો હોવાનો સમજૂતી કરાર કરી સહીઓ કરાવી લીધી હતી.

થોડા દિવસો બાર રિંકેશે ચેક બેંકમાં ભરતા અને તે રિટર્ન થતાં સુરત કરોટ્માં કેસ કર્યો હતો. જેને લઇને તેઓ સુરત કોર્ટમાં આવ્યાં હતા. કોર્ટની કાર્યવાહી બાદ બીજી મુદત પડતા તેઓ નીચે આવ્યાં હતા. તે સમયે રિંકેશે તેના ચારેક સાથીઓ સાથે મળી તેમની સાથે મારઝુડી કરી બાઇક ઉપર બળજબરી બેસાડી મહાવીર હોસ્પિટલ કેન્ટીનમાં લઇ ગયો હતો.

આમ પણ વાંચોઃ-સુરતઃ બંગલાનો મુખ્ય ગેટ તૂટી પડતા મિત્રો સાથે રમતી 6 વર્ષની બાળકીનું મોત

પૈસાની ઉઘરાણી પુત્ર રૂસીક અને મુંબઇ નોકરી કરતી પુત્રી બાબતે પણ ધમકી આપી હતી. રિંકેશ સહિતના પાંચેય જણાએ તેમની પેન્ટના ખીસ્સામાંથી રૂ. 13 હજાર પણ લૂંટી લીધા હતા. મહાવીર હોસ્પિટલમાં તેમના ભાઇ દાખલ હોય તેમનો ભત્રીજો પણ ત્યાં આવી પહંચતા તેને પણ ધમકાવ્યો હતો. દરમિયાન રૂસિંકે પોલીસમાં ફોન કરતા પોલીસનો કાફલો મહાવીર હોસ્પિટલમાં આવી પહંચ્યો હતો. ત્યારબાદ આ મામલો ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर