સુરત: મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિતાએ કર્યું અપહરણ, પતિએ નોંધાવી ફરિયાદ

News18 Gujarati
Updated: October 23, 2019, 7:10 AM IST
સુરત: મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિતાએ કર્યું અપહરણ, પતિએ નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સમાધાનનું કહી પિતાએ બોલાવ્યા હતા, અર્ટીગા કારમાં નમ્રતાનું અપહરણ કરી ભાગી ગયા

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં એક યુવતીએ પાંચ વર્ષના પ્રેમ સબંધને લઈને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમી યુવક સાથે લગ્ન કાર્યા હતા. બાદમાં યુવતીના પરિવારે ધામધૂમથી લગ્ન કરાવી આપવાનું કહીને બોલાવ્યા બાદ યુવતીનું અપહરણ કરી લીધુ. આ મુદ્દે યુવતીના પતિ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અડાજણ હનીપાર્ક ચાર રસ્તા સ્થિત દયાળજી એપાર્ટમેન્ટમાં રહેતો દેવાંગ પરેશ શાહને, નમ્રતા ઉપાધ્યાય નામની યુવતી સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરિવારને લગ્ન માટે આ યુવક અને યુવતી દ્વારા ગણી વકત વાત કરવામાં આવી હતી, પરંતુ બંનેના પરિવાર લગ્ન માટે ત્યાર ન હતા. આખરે બંન્નેએ નમ્રતાના માતા-પિતાની મરજી વિરૃધ્ધ ગોપીપુરા ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા, અને એસએમસીમાં લગ્ન નોંધણી પણ કરાવી હતી.

આ લગ્નની જાણકારી યુવતીના પરિવારને થતા તેમણે યુવતીને પાલનપુર ખાતે રહેતા મામાને ત્યાં મોકલી આપ હતી. આ બાબતની જાણ મળતા પ્રેમી દેવાંગ તેના મિત્ર સાથે પાલનપુર ખાતે પહોચ્યો હતો અને યુવતીને ત્યાંથી ભગાડીને વાયા અંબાજી થઇ સુરત લઈને આવી ગયો હતો. સુરત આવ્યા બાદ નમ્રતાએ પોતે પોતાની મરજીથી દેવાંગ સાથે લગ્ન કર્યા હોવાનો લઈને તેની સાથે રહેવા લાગી હતી. અને પરિવાર હેરાન ન કરે તે માટે તેમણે અડાજણ પોલીસ મથકમાં અરજી કરી હતી.

થોડા સમય બાદ યુવતીના પિતાએ યુવકના અન્ય સંબંધી સાથે મળી લગ્ન માટે સમાધાન કરવાનું કહીને બંનેના લગ્ન ધામધૂમથી કરી આપવાનું કહીને સમાધાન કર્યું હતું. ગતરોજ આ દંપતીને જહાંગીરપુરા આશારામ આશ્રમ પાસે યુવતીના પિતાએ બોલાવ્યા હતા અને અર્ટીગા કારમાં નમ્રતાનું અપહરણ કરી ભાગી ગયા હતા. પોતાની સામે જ પતિ દેવાંગે પત્ની નમ્રતાનું અપહરણ થતા, ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયો હતો અને સસરા, તથા તેના સંબંધી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતી નમ્રતાની તપાસ શરુ કરી છે.
First published: October 22, 2019, 9:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading