સુરત: Corona 'કાળ' બન્યો, Lockdown બાદ નોકરી ન મળતા મકાન પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત


Updated: October 31, 2020, 1:36 AM IST
સુરત: Corona 'કાળ' બન્યો, Lockdown બાદ નોકરી ન મળતા મકાન પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

આર્થિક સંકડામણથી પરેશાન આધેડે હિમ્મત હારી મકાન પરથી છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

  • Share this:
સુરત: રાજ્ય સહિત દેશભરમાં કોરોના અનેક પરિવાર માટે કાળ સાબિત થયો છે. કોરોનાને કાબુમાં રાખવા દેશભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું, જેને પગલે ધંધા-નોકરી બધુ લોકોનું બંધ થઈ ગયું હતું. અચાનક ધંધા-રોજગાર બંધ થતા લોકો આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા, કેટલાએ લોકોના ધંધા ઠપ થઈ ગયા, જેને પગલે અનેક લોકોએ નોકરી ગુમાવી બેરોજગાર થવું પડ્યું છે. કેટલાકને ફરી નોકરી મળી ગઈ અને ફરીથી પરિવારના ગુજરાનની ગાડી પાટા પર આવવા લાગી છે, તો કેટલાએ લોકો હજુ પણ પરિવારના ગુજરાનને લઈ પરેશાન છે. આવા જ એક બેરોજગાર અને આર્થિક સંકડામણથી પરેશાન આધેડે હિમ્મત હારી મકાન પરથી છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના બેગમપુરામાં ખાડકુવા પાસે પંચમુખી હનુમાનના મંદિર નજીક આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય ધર્મેશભાઈ મોહનલાલ મોદી કુરિયર કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે લોકડાઉનને લઈને નોકરી છૂટી ગઈ અને હવે ઉંમર મોટી અનેક પ્રયત્નો છતા નોકરી ન મળતા ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન ઉભો થઈ ગયો હતો. આવક નહીં અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલી પડતી હતી.

સુરત : હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, 5 મહિલા 'શકુની' સહિત આઠ ઝડપાયા, તમામના નામ જાહેર થયા

સુરત : હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, 5 મહિલા 'શકુની' સહિત આઠ ઝડપાયા, તમામના નામ જાહેર થયા

આ ઉપરાંત ધર્મેશભાઈ નાનપણથી સોરીયાસીસની બીમારીથી પીડાતા હતા. આવા સંજોગોમાં તે માનસિક તાણ અનુભવતા હોવાથી આવેશમાં આવી આજે પોતાના મકાનના પહેલા માળેથી આપઘાત માટે મોતની છલાંગ મારી હતી. અચાનક કોઈ વસ્તુ પડી હોવાનો જોરથી અવાજ આવતા પરિવાર જોવા માટે ઘરની બહાર દોડી આવ્યો તો ઘરના મોભી જ નીચે પડ્યા હોવાની જાણ થઈ. પહેલા માળેથી પટકાતા આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તુરંત પરિવારે પાડોશીઓની મદદથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવા માટે 108 ઇમર્જન્સી સેવાને કોલ કર્યો હતો. જોકે 108ના કર્મચારીઓએ આવીને આ આધેડને મુત જાહેર કર્યો હતો.

સુરત: વરાછામાં નબીરાના અશ્લિલ ચેનચાળા, પરિણીતાએ બતાવી હોશિયારી, થશે હવે જોવા જેવીસુરત: વરાછામાં નબીરાના અશ્લિલ ચેનચાળા, પરિણીતાએ બતાવી હોશિયારી, થશે હવે જોવા જેવી

ઉલ્લેખનીય છે કે, સુરતમાં આવી જ રીતે નોકરી ગુમાવવાથી બેરોજગારીથી પરેશાન એક અન્ય આધેડે પણ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ ભાવનગરના વલ્લભીપુરમા હળીયાદના વતની અને હાલમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઈડરીના કામ સાથે સંકળાયેલા પોપટભાઈ ભગવાનભાઈ ગબાણીની કોરોનાને લઈને લોકડાઉનના કારણે નોકરી છૂટી ગઈ હતી. તેમણે લોકડાઉન બાદ અનેક જગ્યા પર પોતાને ફાવતા કામના આધારે નોકરી શોધવાની કોશિશ કરી, પરંતુ વર્ષોથી એક જ જગ્યા પર નોકરી કરેલી જગ્યા પર હવે ધંધો ઠપ થતા ફરીથી નોકરી પર લેવામાં ન આવ્યા અને બીજી જગ્યા પર ઉંમર વધારે હોવાના કારણે નોકરી ના મળી શકી. જેને પગલે હવે પરિવારનું ગુજરા ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. અને આજે વેડરોજ પર આવેલા બાંકડા પર બેસી ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે.
Published by: kiran mehta
First published: October 30, 2020, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading