Home /News /south-gujarat /

રાજકોટ બાદ સુરત પોલીસ પર પણ દસ કરોડ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ

રાજકોટ બાદ સુરત પોલીસ પર પણ દસ કરોડ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ

બિલ્ડર

 વર્ષ 2016 માં અડાજણના બિલ્ડર પોલીસ સામે આક્ષેપ કર્યો છે કે ડીસીપીએ 10 કરોડ રૂપિયા માગીને જો નહીં આપવામાં આવે તો ધંધો નહીં કરવા દેવાય અને ખોટા કેસોમાં ફસાવી દેવાશે તેવી ધમકીઓ આપી રૂપિયા પડાવ્યા હતા

સુરતઃ ગુજરાત પોલીસમાં (Gujarat police) રાજકોટના પોલીસ કમિશનર (Rajkot Commissioner of Police) પર હપ્તા કોરી અને થોડો બાજી નાખશે. 12 વર્ષ 2006માં અડાજણના બિલ્ડર પાસે કરોડો રૂપિયા માંગ્યા હતા અને લાખોનો દોડાવવાના આક્ષેપો સુરત પોલીસ (surat police) ઉપર થયા છે ત્યારે આ ઘટના સામે આવતા ગુજરાતમાં સુરત પોલીસ (surat police) બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ દ્વારા રૂપિયા નહીં આપવામાં આવે તો ધંધો નહીં કરવા દેવાના આક્ષેપો સાથે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે

ગુજરાત પોલીસના સૌથી ચર્ચાનો મુદ્દો બન્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લોકોને ધમકાવી ધરાવીને પૈસાનો તોડ કરતા હોય એવો રાજકોટ પોલીસ કમિશનર સામે આક્ષેપો બાદ હવે સુરતના એક અધિકારી વિરુદ્ધ અડાજણ વિસ્તારમાં રહેતા બિલ્ડર ગોવિંદ સાસરિયાએ 2016માં સુરત શહેરમાં ઝોન તરીકે ફરજ બજાવતા ભાભોર સામે આક્ષેપો કરતાં સુરત બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચોઃ-સુરત crime : પ્રેમસંબંધની શંકા રાખીને પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, આખી રાત સાથે સુઈ ગયો

અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સામે આક્ષેપ કર્યા છે. બિલ્ડર ગૃહમંત્રીને આ બાબતે રજુઆત કરવા ગાંધીનગર ખાતે પણ પહોંચ્યા હતા. તેમની રજૂઆતને પગલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સુંરતના પોલીસ કમિશનરને આ બાબતે તપાસ કરવાના આદેશ કરાયા છે.

આ પણ વાંચોઃ-સુરતમાં પરિણીત યુવકે દગો આપી ચાર વર્ષ સુધી સંબંધો રાખ્યા, સંબંધ તોડતા પ્રેમિકાએ કરી આત્મહત્યા

અડાજણ વિસ્તારમાં રહેતા ગુટર ગોવિંદભાઈ આક્ષેપ કરતા જણાવ્યું છે કે 2016માં સુરતમાં છો nadcb ભાભોરે અઠવાલાઇન્સ ખાતે પોલીસ કમિશનર ઓફિસ ની અંદર બોલાવી તેમને ધમકાવી દસ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. અને જો રૂપિયા આપવામાં નહીં આવે તો ધંધો કરવા દેવામાં નહીં આવે અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યાની ફરિયાદ તેમને ગુજરાત રાજ્યના ગૃહ ખાતામાં કરી હતી.

અડાજણ પોલીસ સ્ટેશનના રાઈટર હિતેશ ચૈધરી અને અનકભાઈ તથા કોન્સ્ટેબલ અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ વારંવાર મારી સાઇટ પર આવીને તેમારી સામે ફરિયાદ નોંધાઈ છે તેવું કહી વારંવાર પોતાની સાથે લઈ જતા હતા. અને જેલમાં નાખી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હતા.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર