શુભ સમાચાર! સુરતથી ઓડિસા બાદ હવે બિહાર અને ઝારખંડના કારીગરોને ટ્રેનમાં મોકલાશે

શુભ સમાચાર! સુરતથી ઓડિસા બાદ હવે બિહાર અને ઝારખંડના કારીગરોને ટ્રેનમાં મોકલાશે
પ્રતિકાત્મક તસવીર

સોમવારે ઓડિસ્સાની ત્રણ ટ્રેન સાથે બિહાર અને ઝારખંડની પણ એક એક ટ્રેન ઓપરેટ કરવામાં આવશે. 

  • Share this:
સુરતઃ લોકડાઉનના (lockdown) 40 દિવસથી ઘરમાં કેદ રહેલા શ્રમિકોને વતન જવા મંજૂરી મળતા બે દિવસથી ઓડિસાની ટ્રેનો ઓપરેટ કરવામાં આવી રહી છે. શનિવારે પહેલી અને રવિવારે 3 ટ્રેન સુરતથી ઓડિસ્સા મોકલવામાં આવી હતી. પરંતુ બિહાર (Bihar) અને ઝોરખંડના (jharkhand) કારીગરો માટે પણ શુભ સમાચાર આવ્યા છે. સોમવારે ઓડિસ્સાની ત્રણ ટ્રેન સાથે બિહાર અને ઝારખંડની પણ એક એક ટ્રેન ઓપરેટ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ઔદ્યોગિક નગરી સુરતમાં લાખો કામદારો કાપડ વણાટ સહિતના વ્યવસાયમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે lockdownના ૪૦ દિવસથી ઘરમાં કેદ રહેલા શ્રમિકો કામ ધંધા વિના અકળાતા વિવિધ વિસ્તારોમાં બધાના જવાની માંગ સાથે દેખાવો થયા હતા કેટલાક વિસ્તારોમાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. ત્યારે lockdown આગામી 17 મીમે સુધી લંબાવવામાં આવતા કેન્દ્ર અને રાજ્ય સરકારે શ્રમિકોને વતન જવા મંજૂરી આપી હતી.તેમના અધિકારીઓ અને સ્થાનિક ગઈકાલે શ્રમિકો માટે રવાના કરવા માટેનું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું જવાબ મોટી સંખ્યામાં ન થાય એ માટેની તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કામદારોને વિવિધ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન લઈ જવા બીઆરટીએસ અને સિટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રવાસીઓ કોચમાં સ્થાન લે તે પહેલા થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટેશન અને પૂરતી ચકાસણી કરવામાં આવી હતી. આજે સાંજે સવાચાર વાગે ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આજે ઓડિસ્સાની ત્રણ ટ્રેનમાં 3500 થી વધુ કામદારોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા.

સોમવારે  સુરતથી વધુ ત્રણ ટ્રેન ઓડિસા માટે ઓપરેટ કરવામાં આવશે જે પહેલી ટ્રેન સવારે 10 વાગે બીજી ટ્રેન બપોરે 1 વાગે અને ત્રીજી ટ્રેન સાંજે 4 વાગે ઉપાડવામાં આવશે. જયારે સાંજે સાત વાગે ઝારખંડ અને રાત્રે 10 વાગે બિહારની ટ્રેન ઓપરેટ કરવામાં આવશે. તમામ ટ્રેનના ભાડા પણ નક્કી કરી લેવામાં આવ્યા છે.  આ તમામ ટ્રેન પણ આજની જેમ 20 ડબ્બાની હશે અને તેમાં પણ 1200 પેસેન્જરોને બેસાડવામાં આવશે.
First published:May 03, 2020, 22:55 pm

ટૉપ ન્યૂઝ