Home /News /south-gujarat /સુરત CCTV Video : કારીગરને માવો ખવડાવવો હીરા વેપારીને ભારે પડ્યો, લાખ્ખોના હીરા અને રોકડા ગુમાવ્યા

સુરત CCTV Video : કારીગરને માવો ખવડાવવો હીરા વેપારીને ભારે પડ્યો, લાખ્ખોના હીરા અને રોકડા ગુમાવ્યા

સીસીટીવી વીડિયો (ફોટો)

એક્ટિવામાં 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા હતા. જોકે મોપેડ ચોરીની આ ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી

સુરત : શહેરમાં એક હીરા વેપારીને કારીગરને માવો ખવડાવો ભારે પડ્યો હતો. કારીગરને માવો ખવડાવવા જતા હીરા વેપારીનું મોપેડ ચોરાઈ ગયું હતું. અને મોપેડમાં એક્ટિવામાં 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા હતા. જોકે મોપેડ ચોરીની આ ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી હતી. આ બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના એક હીરા વેપારીને કારીગરને માવો ખવડાવવા ઉભુ રહેવું 31.16 લાખમાં પડ્યું છે. મોપેડ ચોરાતા સાથે હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા પણ ગયા હતા. જોકે આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. કાપોદ્રા વિસ્તારમાં એક એક્ટિવા મોપેડ ચોરાઈ ગઈ હતી. એક્ટિવામાં 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા હતા.

આ પણ વાંચોહવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસ ભારે! જુઓ કયા દિવસે ક્યાં છોતરા કાઢી શકે છે વરસાદ

પરેશ ભુપતભાઈ દુધાત વરાછાના મિનિબજારમાં હીરાનો વેપાર કરે છે. કાપોદ્રામાં જવાહરનગર રોડ, સાંઈનાથ સોસાયટીમાં હીરાનું નાનું ખાતું છે. તેમજ કારગીલ ચોક પાસે નારાયણ નગર સોસાયટીમાં હીરા લે-વેચની ઓફિસ છે. તેઓએ છેલ્લા એક મહિનામાં અલગ-અલગ વેપારીઓ પાસેથી અલગ-અલગ પ્રકારના હીરા ખરીદી કર્યા હતા. તે હીરાની કિંમત 30 લાખ રૂપિયા છે. તે હીરા એક બેગમાં મુકીને તે બેગ એક્ટિવાની ડીકીમાં મુકી હતી. તેઓ હારા લખીને મિનિબજાર ગયા હતા. ત્યાં એક હીરા દલાલ પાસેથી હીરા વેચાણના 1.16 લાખ રૂપિયા પણ હીરાની બેગમાં મુકી દીધા હતા. ત્યારબાદ તેઓ મોપેડ લઈને ઘરે જમવા ગયા હતા. ત્યાં તેઓએ હીરાવાળી થેલી કાઢી લીધી હતી. જમીને તેઓ ફરીથી હીરા મોપેડની ડીકીમાં મુકીને સાંજે પાંચેક વાગે કારગીલ ચોક પાસે આવેલા નારાયણ નગર સોસાયટીમાં આવેલી ઓફિસ ખાતે ગયા હતા. ત્યાં ઓફિસ સામે મોપેડ પાર્ક કરી હતી. તેમની ઓફિસ સામે ખાતું ધરાવતા પ્રવિણ ઝાલાવડિયાના ખાતામાં કારીગરને માવો આપવા માટે ગયા હતા. માત્ર દોઢ મિનિટમાં પરત આવતા ત્યાં એક્ટિવા ન હતી.



અજાણ્યો આરોપી એક્ટિવા ચોરી કરી નાસી ગયો હતો. ચોરને કદાચ ખબર પણ નથી કે, ડીકીમાં આટલું જોખમ છે. પરેશ દુધાતે મોપેડ ઉપરાંત તેમાં રહેલા 30 લાખ રૂપિયાના 312 કેરેટ હીરા અને રોકડા 1.16 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Surat theft

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો