સુરત : હત્યાનો દોષિત પેરોલ પર છૂટ્યો, સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી, પોલીસે કર્યુ આ કામ


Updated: November 22, 2020, 11:18 AM IST
સુરત : હત્યાનો દોષિત પેરોલ પર છૂટ્યો, સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી, પોલીસે કર્યુ આ કામ
સુરત પોલીસની ફાઇલ તસવીર

સુરતના અઠવા પોલીસ મથક હદનો વિસ્તાર,ભુપેદ્ર ઉફે ભોળો હત્યા કેસમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો હતો

  • Share this:
સુરત : સુરત પોલીસ સ્ટેશનમાં એક લાલબત્તી સમાન કિસ્સો નોંધાયો છે. આ કિસ્સામાં એક રીઢો ગુનેગાર સગીરાને ભગાડી ગયાની ફરિયાદ સામે આવી છે. જોકે, જોવાની વાત એ છે કે આ ગુનેગાર હત્યા જેવા સંગીન ગુનામાં આરોપી છે અને તેને કોર્ટે સજા પણ ફટકારી છે. દરમિયાન આ શખ્સે પેરોલ પર બહાર છૂટ્યો હતો અને સગીરાને ભગાડીને જતો રહ્યો છે.

સુરતમાં થયેલી હત્યાના ગુણમાં 10 વર્ષની સજા ભોગવી રહેલ આરોપી પેરોલ પર છૂટ્યાં બાદ એક સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેને  ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ સામે આવતા પોલીસે તાત્કાલિક સગીરાને તો છોડાવી પણ આરોપી ભાગી છૂટતા પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  સુરત : પિતાની હત્યાનો બદલો લેવા સરપંચના ઘર પર હેન્ડ ગ્રેનેડથી કર્યો હતો હુમલો, 2 શખ્સો ઝડપાયા

સુરતના અઠવા પોલીસ મથકની હદમાં થયેલી હત્યા મામલે ભુપેદ્ર ઉફે ભોળો નાનાજી રાઠોડને કોર્ટ હત્યા ના ગુનામાં 10 વર્ષની સજા ફટકારી હતી જોકે હાલમાં આરોપી પેરોલ પર છૂટીને માન દરવાજા વિસ્તારમાં આવીને રહેતો હતો. જોકે અહીંયા મલેક વળી ખાતે રહેતી એક સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને ગતરોજ આરોપી સગીરાને ભગાવી ગયો હતો. જોકે આ સગીરા પરિવારને ઘટનાની જાણકારી મળતા પરિવાર તાતકાલિક પોલીસ મથકે પહોંચી ગયું હતું.

પરિવારે આ મામલે ફરિયાદ કરી હતી જેને લઈને પોલીસે તાત્કાલિક સગીરા અને આરોપીની શોધખોળ શરુ કરી હતી ત્યારે જાણકારી મળી હતી કે આરોપીનો ભાઈ ઉધના ખાતે રહે છે અને સગીરાને ત્યાં રાખવામાં આવી છે. જોકે પોલીસે તાત્કાલિક ઉધના ખાતે પહોંચીને સગીરાનો કબજો મેળવી લીધો હતો. જોકે પોલી આવી રહી છે, તેવી ખબર પડતા હત્યાનો આરોપી ભાગી છૂટ્યાો હતો જેને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ સગીરાને ભગાડી અને અપહરણ કરી જવાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.આ પણ વાંચો : Video: માનવતા માટે ફિલ્મોની દુનિયા છોડનારી સના ખાને સુરતમાં કર્યા લગ્ન, મુફ્તી અનસ સાથે શરૂ કર્યુ લગ્નજીવન

આમ સુરત શહેરમાં ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોનો ત્રાસ સતત શરૂ જ છે. જોકે, આ મામલે પોલીસ સહેજ પણ કચાસ રાખી નહોતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ જે કામ કર્યુ તે સરાહનીય છે. નહીતર આરોપી સગીરાને લઈને નાસી છૂટ્યો હોત. જોકે, આ સગીરાની પૂછપરછ કરતા તેણે આરોપીએ પ્રેમ અને લગ્નનની લાલચ આપી હોવાનું પણ સામે આવ્યું છે.
Published by: Jay Mishra
First published: November 22, 2020, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading