સુરત : હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો, ઘટનાનો Video થયો Viral

સુરત : હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો, ઘટનાનો Video થયો Viral
જવાને છરાધારી લુખ્ખા તત્વની પરવાહ કર્યા વગર તેની પાછળ દોટ મૂકી હતી

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, છરોથી હુમલો કરવાનો પ્રયાસ કરી નાસી છુટેલા શખ્સ પાછળ જવાન કઈ પર પરવાહ કર્યા વગર ડંડો લઈનો દોડ્યો

  • Share this:
સુરત શહેરમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બની ગયા હોય અને પોલીસનો ડર ન હોય તેવો માહોલ સર્જાયો છે. સામાન્ય માણસ તો ઠીક પરંતુ હવે આવા તત્વોની લુખ્ખાગીરીનો (Surat crime) ભોગ પોલીસ અને ટ્રાફિકના જવાનો પણ બન્યા છે. સુરત શહેરમાં બુધવારે રાત્રે ઘટેલી ઘટનાનો એક વીડિયો (Viral Video) આવતા ચકચાર મચી ગઈ છે. ડીંડોલી (Dinodoli) વિસ્તારમાં એક મોપેડ સવાર ત્રણ વ્યક્તિ જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું મોપેડ સ્લીપ થતા TRB જવાન (TRB Jawan) દોડી ગયા હતા ત્યારે તે પૈકીના એક વ્યક્તિએ છરો કાઢીને જવાનો પર હુમલો (Accused of murder attacked with Knife) કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરતના આ બહાદુર જવાનો ડર્યા વગર ડંડા લઈને તેમની પાછળ દોડ્યા હતા. ઘટનાનો લાઈવ ફિલ્માવાયેલો વીડિયો સામે આવ્યો છે.

સુરત શહેરના  ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઈન્ટ નજીક ટીઆરબી જવાન  પર છરા વડે હુમલાનો પ્રયાસનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ બાબતે ટ્રાફિક PSI વી વી ત્રિપાઠી એ જણાવ્યું હતું કે ઘટના બુધવારની મોડી સાંજ ની હતી અને મોપેડ સવાર ત્રણ જણા અકસ્માતે સ્લીપ  ગયા બાદ પડી ગયા હતા. જેને લઈ પોલીસ સ્ટાફ દોડી ને બચાવ કામગીરી માટે ગયો હતો.આ પણ વાંચો :  સરકારની મોટી જાહેરાત : 5 મહિનામાં 20,000થી વધુ યુવાનોને સરકારી નોકરીની તક મળશે

પરંતુ મોપેડ સવાર ત્રણ પૈકી એક એ છરો કાઢી પોલીસ સ્ટાફ અને ફરજ પર હાજર ટી આર બી જવાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી સાવધાની પૂર્વક એનો પ્રતિકાર કરી પકડવાની કોસીસ કરી હતી. જોકે આરોપી મોપેડ પર ભાગી ગયા હતા. પરંતુ આ આખી ઘટના મોબાઈલ માં કેદ કરી લીધી હતી.ઘટના સંદર્ભે ડીંડોલી સાઈ પોઇન્ટના પોલીસ કર્મચારી એ જણાવ્યું હતું કે શુક્રવાર ના રોજ આરોપી ની ઓળખ થઈ જતા તેની સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરાઈ છે. TRB જવાન પર છરા વડે હુમલાનો પ્રયાસ કરનાર આરોપી રીઢો અને હત્યા કેસ નો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો :  Big News : રાજ્યના ગામડાઓમાં ફરીથી ST બસ દોડશે, આ તારીખથી સેવા થશે શરૂ

એટલું જ નહીં પણ પેરોલ પર જેલ માંથી બહાર આવ્યા બાદ મોજ મસ્તી માટે રખડતા હોય એમ કહી શકાય છે. આ આખી ઘટના ને ગંભીરતા થી લેવાઈ રહી હોવાનું પણ નામ ન જણાવવાની શરતે પોલીસ કોન્સ્ટેબલે કહ્યું છે. સાથે સાથે આરોપી સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા ની કામગીરી હાથ ધરાઈ છે
Published by:Jay Mishra
First published:September 05, 2020, 12:00 pm

ટૉપ ન્યૂઝ