Home /News /south-gujarat /

Surat: મિત્રને પોતાના ઘરે જમવા બોલાવ્યા બાદ મર્ડર કરનાર આરોપી 13 વર્ષ બાદ ઝડપાયો

Surat: મિત્રને પોતાના ઘરે જમવા બોલાવ્યા બાદ મર્ડર કરનાર આરોપી 13 વર્ષ બાદ ઝડપાયો

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસે આ ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓની તપાસ શરૂ કરી છે

આરોપીને 13 વર્ષ બાદ સુરતના વરાછા વિસ્તારમાં આવ્યો હોવાની વિગત સુરતની ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસને મળતા પોલીસે હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ 2009 એટલે કે આજથી 13 વર્ષ પહેલાં સુરત (Surat)ના અમરોલી વિસ્તારમાં થયેલ હત્યા (Murder case)નો આરોપી ઝડપાઇ ગયો છે. 13 વર્ષ પહેલા સુરત (Surat Crime News)ના અમરોલી વિસ્તારમાં મિત્રને પોતાના ઘરે જમવા બોલાવ્યા બાદ તેની સાથે ઝઘડો થતા તેને રિક્ષામાં લઈ જઈને ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરી ફરાર થઈ ગયેલા આરોપીને 13 વર્ષ બાદ સુરતના વરાછા વિસ્તારમાં આવ્યો હોવાની વિગત સુરતની ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસને મળતા પોલીસે હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસે આ ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓની તપાસ શરૂ કરી છે સાથે-સાથે બળાત્કારના ગુનામાં આરોપી પોલીસ પકડથી દૂર છે તેવા આરોપીઓને પકડી પાડવા માટે બાતમીદારોનું નેટવર્ક મજબૂત કર્યું છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં વર્ષ-2009 એટલે કે આજથી 13 વર્ષ પહેલા એક હત્યાની ઘટનાના આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો ત્યારે સુરતની ક્રાઈમ બ્રાંચ પોલીસને આજે અંગે  બતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, બાયા બંસી તથા મનોજ ઉર્ફે મુન્ના ડાકવા નાઓએ સુરત શહેરમાં અમરોલી સાયણ વસવાડી ફાટક પાસે ભગવાન રામચંદ્ર નાયક રહે . સચીન જી.આઇ.ડી.સી. રોડ નંબર 02 રાજેન્દ્ર પ્રસાદની રૂમમાં સુરત નાઓને તેમના ધરે જમવા માટે બોલાવી તે બાબતે ઝધડો કરી તેની અદાવત રાખી મજકુર ત્રણ આરોપીઓએ તા. 14 /02 /2009 ના રોજ રાત્રે સાયણ વસવાડી ફાટક પાસે પેશાબ કરવાના બહાને રીક્ષા ઉભી રાખી હતી. અને ફરીયાદીને ચપ્પુ વડે પેટના ભાગે મારી ફરાર થઇ ગયા હતા. જેથી ભગવાન રામચંદ્ર નાયક ત્રણે આરોપીઓ વિરુધ્ધમાં ફરીયાદ આપી હતી અને સારવાર દરમ્યાન ભગવાન રામચંદ્ર નાયક મોત થયું હતું.

આ પણ વાંચો- સુરત જેલમાં બંધ નારાયણ સાંઈએ જામીન મેળવવા માટે કરી કરતૂત, પર્દાફાસ થતાં પોલીસે ગુનો નોંધ્યો

આ ગુનામાં પ્રથમ રીક્ષાચાલક મનોજ ઉર્ફે મુન્ના મીલુ ડાંકવાનો પકડાઇ ગયો હતો અને બીજા બે મુખ્ય આરોપી બનમાળી ઉર્ફે બાદલ રાધામોહન શાહુ તથા બાયા બંસીને આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો આરોપી બનમાળી ઉર્ફે બાદલ રાધામોહન શાહુ  રહે . 26, 27 સોમનાથ સોસાયટી હોટલ અન્નપૂર્ણા હોલટની ઉપર વિશાલનગર પાસે વરાછા સુરત મૂળગામ સાનો ગોછા થાના.સોરોડા જિ.ગંજામ ( ઓરીસ્સા ) નાને વરાછા વિશાલનગર ખાતે હાજર હોવાની હકીકતના આધારે હકીકતવાળી જગ્યાએ જઈ છેલ્લા તેર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પડ્યો હતો. જોકે આરોપી હત્યા ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો અમરોલી પોલીસ સ્ટેશન આપી દેવામાં આવતા વધુ તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime, Surat crime Surat News, Surat police, સુરત પોલીસ

આગામી સમાચાર