સુરત: 'મેરી લાઈફ કે દોહી દુશ્મન, કાકા-ભતીજા, હું સુરત આવી રહ્યો છું', દુષ્કર્મનો આરોપી ન સુધર્યો, ફરી આપી ધમકી

સુરત: 'મેરી લાઈફ કે દોહી દુશ્મન, કાકા-ભતીજા, હું સુરત આવી રહ્યો છું', દુષ્કર્મનો આરોપી ન સુધર્યો, ફરી આપી ધમકી
આરોપી જયદીપસિંહ રાજપુત

ચર્ચાસ્પદ આરોપીએ જામીન પર બહાર આવી, લાજવાને બદલે ગાજવાનું શરૂ કરી, પીડિતાના ભાઈને ધમકી આપવાનું કામ કર્યું છે.

  • Share this:
સુરત : કોઈ વ્યક્તિ ગુનો આચરે ત્યારે તેને પોલીસ પકડી લાવે અને કોર્ટમાં રજુ કરે, કોર્ટ પુરાવાના આધારે આરોપી ફરી સજા ન કરે તે માટે તેને જેલની સજા સંભળાવે, જેથી તે જેલની બીકે ફરી ગુનો ન આચરે અને સુધરી જાય. પરંતુ કેટલાક રીઢા ગુનેગારો હોય છે, જે જેલની સજા ભોગવ્યા બાદ પણ સુધરવાનું નામ નથી લેતા, આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જેમાં દુષ્કર્મ અને અપહરણના ગુનાનો ચર્ચાસ્પદ આરોપીએ જામીન પર બહાર આવી, લાજવાને બદલે ગાજવાનું શરૂ કરી, પીડિતાના ભાઈને ધમકી આપવાનું કામ કર્યું છે.

સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા યુવકની સગીર બહેનનું અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમે છ માસ અગાઉ જામીન પર છુટ્યા બાદ તેના બે મિત્રો સાથે મળીને ફેસબુક ઉપર યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કતારગામ પોલીસે આ બનાવમાં દુષ્કર્મ આચરી ધમકી આપનાર યુવાનની ધરપકડ કરી છે.સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા અને સાડી પર સ્ટોન ચોટાડવાની મજુરી કામ કરતા પરિવારની 17 વર્ષીય સગીરાનું જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુત અપહરણ કરી પાટણના મોટારામણદા ગામે લઈ ગયો હતો અને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.

સુરત: દંપતીને લાફો મારનાર TRB જવાનની દાદાગીરીનો CCTV Video સામે આવ્યો

સુરત: દંપતીને લાફો મારનાર TRB જવાનની દાદાગીરીનો CCTV Video સામે આવ્યો

આ બનાવમાં મજૂરી કામ કરતા પરિવારની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ-અપહરણનો ગુનો નોંધી જયદિપસિંહની ધરપકડ કરી હતી. જયદિંપસિંહ ગત 7 એપ્રિલના રોજ જામીન પર છુટ્યો હતો. જોકે, જામીન ઉપર છૂટ્યા બાદ જયદિંપસિંહે તરૂણીના ભાઈને ફેસબુક ઉપર ધમકી આપી કે, 'હું તો સાચો હતો, ત્યારે નિર્દોષ સાબિત થઈ બહાર આવી ગયો છું, હવે પછી મારા સમાજની ઈજ્જત કાઢવા બદલ તને ખબર પડશે'. ત્યારબાદ તેણે ફેસબુક ઉપર જ તેને અવાર નવાર ધમકી આપી હતી.

સુરત: રસ્તા વચ્ચે રમખાણ, રીક્ષા અને ટેમ્પો ચાલક વચ્ચે Live મારામારી Videoમાં કેદ

સુરત: રસ્તા વચ્ચે રમખાણ, રીક્ષા અને ટેમ્પો ચાલક વચ્ચે Live મારામારી Videoમાં કેદ

જયદિંપસિંહ બાદ તેના બે મિત્રો ચેતનસિંહ રાજપુત અને વિશ્વરાજ રાજપુતે પણ ધમકી આપી હતી. ગત 23 મેના રોજ જયદિંપસિંહે ફેસબુક ઉપર મેરી લાઈફ કે દો હી દુશ્મન હે જીસને મેરી લાઈફ બરબાદ કી હે, કાકા ઓર ભત્રીજા. તુ મારી તૈયારીમા રહેજે થોડા દિવસમાં સુરત આવી રહ્યો છું, જેના લીધે કુદે છે તેને પણ સાથે લેતો આવજે તેવી અવાર નવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ અંગે તરૂણીના ભાઈએ જયદિપસિંહ અને તેના બે મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. કતારગામ પોલીસે આ બનાવમાં ગત સાંજે ડ્રાઈવીંગનું કામ કરતા 26 વર્ષીય જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુતની ધરપકડ કરી હતી.
Published by:kiran mehta
First published:October 08, 2020, 20:18 pm

ટૉપ ન્યૂઝ